દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં, દેશમાં ઈલેક્ટ્રીક વાહનોની માંગ વધી રહી છે. અત્યારે માર્કેટમાં ઘણી કંપનીઓએ પોતાના ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કર્યા છે. જેમાં Tata લોન્ચ કરેલી Tata Tigor Nexon EV લોકપ્રિય બની ગઈ હતી. Tataની ઈલેક્ટ્રીક કારની માગ ખૂબ જ વધી ગઈ છે.
ત્યારે TATA દ્વારા કારની કિંમત માં વધારો કરવામાં આવ્યો છે. Tata Tigor Nexon EV કિંમતમાં 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. . Tata Tigor Nexon EV લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. Tata દ્વારા આ કારના 3 model ઓફર કરી રહી છે.
જેમાં TIGOR XE, TIGOR XM અને ટાઇગર XZ+ નો સમાવેશ થાય છે. હવે ભાવની વાત કરીએ તો TIGOR XEનો જૂની કિંમત 1199000 રૂપિયા હતી. તે હવે વધીને 1224000 રૂપિયા થઈ ગઈ છે. TIGOR XMનો જૂની કિંમત 1249000 રૂપિયા હતી.
તે હવે વધીને 1274000 રૂપિયા થઈ ગઈ છે. TIGOR XE+ની નવી કિંમત 1324000 રૂપિયા થઈ ગઈ છે. Tata Tigor Nexon EV નિયમિત ચાર્જર વડે કારની બેટરી 8.5 કલાકમાં 0% થી 80% સુધી ચાર્જ થઈ શકે છે. તેને ઝડપી ચાર્જરથી માત્ર 65 મિનિટમાં ચાર્જ કરી શકાય છે.
કારમાં 7-ઇંચની ટચસ્ક્રીન પેનલ છે, જે હરમન ઓડિયો દ્વારા ટ્યુન કરાયેલ ક્વોડ-સ્પીકર સેટઅપ સાથે જોડાયેલી છે. કાર 5.7 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. તેની 8 વર્ષ અથવા 1.6 લાખ કિમીની વોરંટી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment