પોરબંદરની બજારમાં કેસર કેરીનું થઈ ગયું આગમન, જાણો પહેલા દિવસે કિલો કેરીના ભાવ કેટલા બોલ્યા…

Published on: 5:42 pm, Thu, 24 March 22

ગયા વર્ષે આવેલા વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. ત્યારે હવે પોરબંદરની બજારોમાં સ્થાનિક કેસર કેરીનું આગમન થયું છે. માર્કેટયાર્ડ ખાતે બરડાની કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે. શરૂઆતના દિવસોમાં કેસર કેરીનો ભાવ વધુ હોવા છતાં પણ કેરીના ચાહકોએ કેરીની ખરીદી શરૂ કરી દીધી છે.

વાવાઝોડાને કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે આ કારણોસર કેરીની કિંમત આ વર્ષે વધારે હશે. બુધવારના રોજ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હરાજીમાં 325 રૂપિયા કિલોના ભાવે કેસર કેરીનું વેચાણ થયું હતું.

બજારમાં કેરીની આવક શરૂ થતાં જ કાચી કેરી 20 કિલોના કેરેટ આવ્યા છે. હજુ 10 કિલોના બોક્સ આવ્યા નથી.  કેરીની વાત કરીએ તો બરડા વિસ્તારમાં આવેલા આંબાના વૃક્ષની કેરી ગીરની કેરી કરતા મોટા ફળવાળી અને અલગ મીઠાશ ધરાવતી હોય છે.

બરડા વિસ્તારમાં આંબાની વધારે પડતાં પાણીની જરૂર રહેતી નથી. જમીન માંથી જ આંબાપાણી મેળવી લે છે. ગીરની કેરીના ભાવ કરતા બરડા કેરીનો ભાવ પણ વધારે હોય છે. રત્નાગીરી થી 500 થી 700 કિલો હાફૂસ કેરીની આવક થાય છે. આ કેરીનો બજાર ભાવ 500 થી 600 રૂપિયા કિલો બોલાવી રહ્યો છે.

જ્યારે બેંગ્લોરથી 200 કિલો લાલબાગ કેરીની આવક થઈ છે. આ કેરીનો બજાર ભાવ 200 થી 300 રૂપિયા કિલો બોલાય રહ્યો છે. આ વર્ષે ગીરની કેરીની આવક એક મહિનો મોડી થશે અને ગયા વર્ષ કરતાં કેરીનો ભાવ પણ વધારે હશે. આ વખતે કેરીની સીઝન ટૂંકી રહેશે. વેપારીઓનું માનવું છે કે આ વર્ષે કાચી કેરીના બોક્સ વધારે વેચાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!