ટેબલીવાળા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા દૂર-દૂરથી લોકો આવે છે, દાદાના આશીર્વાદથી તમારા તમામ દુઃખ અને મનોકામનાઓ પૂરી થાય છે…

Published on: 6:45 pm, Thu, 24 March 22

આપણી ગુજરાત ની ભુમી ને પવિત્ર માનવામાં આવે છે કારણ કે દરેક જગ્યાએ દેવી દેવતઓનો વાસ છે. લોકો શ્રઘ્ધા પૂર્વક દેવી દેવતાઓની પૂજા કરીને પોતાના જીવનની સમસ્યા ઓ દૂર કરતા હોઈ છે અને લોકો ને જ્યારે જ્યારે દુઃખ પડે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે મંદિરે જતા હોઈ છે.

આજે આપણે એવા જ એક મંદિર વિશે વાત કરીશું કે કે જેને પવિત્ર માનવામાં આવે છે એને દરેક ભક્તો ની મનોકામના અહીં પૂર્ણ થાય છે અને લોકો નાં દુઃખ દૂર થાય છે. તો ચાલો જાણીશું એ હનુમાન દાદા નાં મંદિર વિશે જે અમદાવાદ થી થોડેક દૂર એક નાનકડા કઠવાડા ગામમાં સ્થિત છે.

જે વર્ષો જૂનું મંદિર છે. અહીં લોકો દૂર દૂર થી દર્શનાર્થે આવે છે. આ મંદિર આશરે 50 વર્ષ જૂનું છે અને આ હનુમાન દાદા નાં મંદિર ને ટેબરી વારા હનુમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે. દાદા નાં દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે અને તેમની દરેક મનોકામના પૂરી પણ થાય છે.

એવુ પણ કહી શકાય કે આ મંદિર આસ્થા નું કેન્દ્ર બન્યું છે. અહીંના ગામના લોકો નુ માનવું છે કે જ્યારે આ મંદિર ની મૂર્તિ લઈને ગામ લોકો જતા હતા ત્યારે હનુમાનજી ખુદ પ્રગટ થયા હતા ત્યારથી આ મુર્તિ ની સ્થાપના કરીને મંદિર બનાવવામાં આવ્યું અને ગામ નાં લોકો આ દાદા નાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આ મંદિર ની બીજી પણ એવી વિશેષતા છે કે મંદિર ની બાજુ માં એક ટીંબો આવેલો છે એટલા માટે આ જગ્યા ને ટેબલી તરીકે ઓળખવામાં આવે છે. અને આ મંદિર ને પણ ટેબલી વાળા હનુમાન દાદા નામ બિરદાવવા માં આવ્યું છે.

દર શનિવારે દાદા નાં દર્શનાર્થે આવતા દરેક લોકો નાં ચહેરા ખુશી ઓથી ભરપૂર થઇ જાય છે અને હસતા મોઢે ઘરે પરત ફરે છે. આ પવિત્ર જગ્યાએ લોકોના ટોળેટોળાં ઉમટી પડે છે અને દાદા નાં ભક્તો દાદા નાં દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે અને પૂજા અર્ચના કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટેબલીવાળા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા દૂર-દૂરથી લોકો આવે છે, દાદાના આશીર્વાદથી તમારા તમામ દુઃખ અને મનોકામનાઓ પૂરી થાય છે…"

Leave a comment

Your email address will not be published.


*