સફેદ ડુંગળી ના બજાર ભાવ સુધારવાની ધારણા છે અને લાલ ડુંગળી ના ભાવ નીચી સપાટી પર અથડાઈ તેવી શક્યતાઓ છે. ડુંગળીની બજાર માં હાલના તબક્કે લેવાલી એકદમ ધીમી પડી ગઈ છે. આંશિક લોકડાઉન અને કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી.
સરેરાશ લાલ ડુંગળીની બજાર માં હાલના તબક્કે વધારો થાય તેવો સંજોગ નથી, પરંતુ આગામી દિવસોમાં સફેદ ડુંગળીના ભાવ સુધરી શકે છે. લાલ ડુંગળીમાં હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિતના રાજયોમાં નવી આવકો શરૂ થવા લાગી છે.
નિકાસ વેપારો એકદમ ધીમા થઈ રહ્યા છે જેના પગલે બજાર નો ટોન હાલ પૂરતો નરમ દેખાઈ રહ્યો છે. સફેદમાં ફેક્ટરી વાળાની માંગ રહેવાની ધારણા છે.સફેદ ડુંગળીમાં સારી ક્વોલીટી માં સરેરાશ મજબૂતાઈ જોવા મળી હતી.
હાલના તબક્કે તો હવે આવક બહુ મોટા પાયે વધે તેવા સંજોગો ઓછા દેખાઈ રહ્યા છે પરંતુ આંશિક લોકડાઉન કારણે ડુંગળીની માંગ માં મોટા ઘટાડો થયો છે. કોરોના કેસો ઘટી જાય અને હોટલ રેસ્ટોરન્ટ ફરી શરૂ થાય.
તો ડુંગળીની માંગમાં વધારો જોવા મળી શકે છે. ડુંગળીની બજાર માં ટૂંકા ગાળા માટે બજારો ઘટે તેવી શક્યતા નથી અને ધીમી ગતિ આવક વધશે તો ભાવ સુધરી શકે છે.
સફેદમાં બજારો સુધરી શકે છે પરંતુ લાલમાં ખાસ વધઘટ દેખાતી નથી.શનિવારના રોજ લાલ ડુંગળી ના ભાવ મહુવા માં 40 થી 269, ભાવનગર 60 થી 190.
રાજકોટ 80 થી 200, ગોંડલ 71 થી 181, જેતપુર 51 થી 191, વિસાવદર 34 થી 146, જસદણ 100 થી 101, અમરેલી 120 થી 200, પાલીતાણા 140 થી 280, અમદાવાદ 140 થી 240.
સુરત 70 થી 250,દાહોદ 200 થી 340, વડોદરા 120 થી 230 જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળી માં મહુવા 150 થી 229, ભાવનગર 150 થી 191, ગોંડલ 121 થી 181 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment