શું નેતાઓને નથી નડતો કોરોના ? કોરોના મહામારી વચ્ચે બંગાળમાં આજરોજ પ્રધાનમંત્રી મોદી ત્રણ રેલીઓને સંબોધશે.

Published on: 4:19 pm, Mon, 12 April 21

બંગાળમાં ચૂંટણીનું ઘમસાણ ચાલી રહ્યું છે અને 4 ચરણનું મતદાન થઇ ચૂકયું છે. ફુલ 8 ચરણમાં થઈ રહેલી ચૂંટણી ની અડધી પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે અને હવે પાંચમા તબક્કાના મતદાન પહેલાં ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.

પાંચમા તબક્કાના મતદાન પહેલા પણ સત્તાધારી દળ અને વિપક્ષ બંને માંથી કોઈ ચૂંટણીપ્રચાર પહેલા કોઈ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી.ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બંગાળમાં બર્ધમાન, કલ્યાણી અને બારાસાત ખાતે ફૂલ 3 રેલીઓ કરશે અને તે સિવાય ગૃહ મંત્રી અમિત શાહ કાલિમપોંગ ખાતે રોડ શો બાદ ધૂપગુડી માં જનસભાને સંબોધિત કરશે.

ઉલ્લેખનીય છે કે, 2016 ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાલિમપોંગ ને અલગ જિલ્લો બનાવી દીધો છે. અલગ જિલ્લો બન્યો તે પહેલા કાલિમપોંગ દાર્જિલિંગ જિલ્લાનો જ ભાગ હતો.

ભારતમાં કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે. દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસો આવી રહ્યા છે જ્યારે 24 કલાકના દૈનિક કેસો એ તો વૈશ્વિક સ્તરે પણ રેકોર્ડ તોડ્યો હતો.24 કલાકમાં કોરોના ના 1.83 લાખ કેસો સામે આવ્યા હતા.

જેને પગલે દૈનિક કેસો બાબતે ભારત વિશ્વમાં અમેરિકા બાદ બીજા તમે પહોંચ્યું છે. ખાસ કરીને હિન્દી ભાષી રાજ્યોમાં કોરોના ના કેસો નો રાફડો ફાટયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું નેતાઓને નથી નડતો કોરોના ? કોરોના મહામારી વચ્ચે બંગાળમાં આજરોજ પ્રધાનમંત્રી મોદી ત્રણ રેલીઓને સંબોધશે."

Leave a comment

Your email address will not be published.


*