ગુજરાત રાજ્યમાં રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો રાજકોટ શહેરમાં સીંગતેલ સહિત બીજા અને તેલના ભાવમાં પણ આ અઠવાડિયામાં ડબે 25 થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે. રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં જ મગફળી સહિતના અન્ય માલના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
તેલના ભાવમાં ઘટાડો જોઈએ તો કપાસિયા તેલમાં ડબે 40 રૂપિયાનો ઘટાડો, પામોલિયન તેલના ડબે 40 તેનો ઘટાડો, સન ફ્લાવર ના તેલના ડબે 20 રૂપિયાનો ઘટાડો, કોન ઓઈલના ડબે 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
હાલમાં સિંગતેલનો ભાવ 2550 રૂપિયા 50 રૂપિયાના ઘટાડા સાથે તેલના ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થયો છે મળતી માહિતી મુજબ આગામી સમયમાં ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળશે.
તેલ ઘટવા પાછળ ચીન મૂળભૂત કારણ છે. છેલ્લા કેટલાક સમયથી સીંગતેલના ચાઇના સાથે વેપાર બંધ હતા. બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબૂમાં આવ્યા હતા. એની સાથે સિંગતેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં તેલના ભાવ વધવાનું કારણ ચીન છે કારણ કે જ્યારે ચીન સાથે ખાદ્યતેલની આયાત થતી હતી ત્યારે ચીન ખરીદીની ડિમાન્ડ હતી તેના કારણે ભાવવધારો થતો હતો પરંતુ હવે ચીન સાથે આયાત બંધ છે તેના કારણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment