જીરુ અને કપાસની સારી આવક માટે જાણીતા જામનગર માર્કેટ યાર્ડમાં જીરુ કપાસનો સૌથી વધુ જથ્થો ઉતારાયો હતો અને જામનગર યાડમાં આપને જણાવી દઈએ કે 1585 ખેડૂતો જણસી વેચવા માટે આવતા 62217 મણ જણસી ઠલવાય હતી.
25082 ગુણી જણસીની આવકને પગલે જામનગર યાડમાં જ્યાં જુઓ ત્યાં જણસીના ઢગલા જોવા મળ્યા હતા. બીજી તરફ જીરૂની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો આપને જણાવી દઈએ
કે જીરૂનો ભાવ ₹3,000 રૂપિયાથી લઈને 5245 રૂપિયા રહ્યો હતો ને આવક 11982 મણ જેવી રહી હતી તેમજ 2500 રૂપિયાથી લઈને 4320 રૂપિયાના ભાવે અજમાનો સોદો પડ્યો હતો.અજમાના સારા ભાવ મળતા જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા
મોરબી રાજકોટ સહિતના પંચકમાંથી ખેડૂતો અજમો વેચવા માટે જામનગર માર્કેટ યાર્ડમાં આવ્યા હતા અને પરિણામે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 1598 મણ અજમાની આવક થાય હતી.ડુંગળીના ભાવ મણ દીઠ રૂપિયા 80 થી 450 જેવા રહ્યા હતા. આજે 3359 મણ ડુંગળી યાર્ડમાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment