સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકોના ભાવ

સૌરાષ્ટ્ર ની અમરેલી ની બાબરા APMC માં કપાસ ના ભાવ મહતમ સપાટીએ પહોંચ્યા હતા.આપણે જણાવી દઈએ કે આ માર્કેટયાર્ડ માં કપાસ ના ભાવ 10225 ની મહત્તમ સપાટી ની પાર પહોંચ્યા હતા.સૌરાષ્ટ્રમાં એકદમ સારી કવોલિટી ના કપાસના ભાવ 2000 ને પાર બોલાઇ રહ્યા છે.

જીન પહોંચ સારી કવોલિટી ના કપાસના ભાવ વધીને 2050 થી 2060 થયા હતા. હજુ પણ ખેડૂતોના ખેતરમાં કપાસ ઊભો છે અને તે તપાસ જાન્યુઆરી થી ફેબ્રુઆરી મહિનામાં બજારમાં આવશે ત્યારે આવકનું દબાણ વધવાનું છે.ખેડૂતોએ ક્યારેય સપના માં પણ વિચાર્યું ન હતું કે કપાસ ના ભાવ ક્યારેક 2000 રૂપયે પણ પહોંચશે.

આ વખતે દેશ-વિદેશમાં અમુક ટકા પાકને અસર થઇ રહી છે. હવામાન નું પરિવર્તન અને સૂકું હવામાન જણાવી રહ્યું છે કે આ અંદાજોના આધારે જો કપાસનું ઉત્પાદન ઘટશે તો કપાસના ભાવમાં વધારો નિશ્ચિત છે.

કોટનનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના કપડાં કે કપડાં બનાવવા માટે થાય છે.કપાસ કુદરતી રીતે નરમ,ગરમ લાગણી દ્વારા વર્ગીકૃત થયેલ છે. કાપડ ઉદ્યોગ ઉપરાંત કપાસનો ઉપયોગ તબીબી ક્ષેત્રમાં કાપ અને ભંગાર જેવી શારીરિક સમસ્યાઓ માટે દવા તરીકે પણ થાય છે.

કપાસ ના ભાવની વાત કરવામાં આવે તો સોમવાર ના દિવસે મળેલ આંકડા મુજબ અમદાવાદ માં 8690 થી 10205,અમરેલી માં 8500 થી 10130,બનાસકાંઠા માં 9562 થી 10075,ભાવનગર 7585 થી 10170,ભરૂચ માં 8200 થી 8400,

જૂનાગઢ માં 9185 થી 10005,સુરેન્દ્રનગર માં 8000 થી 10000,મોરબી 9250 થી 10110,રાજકોટ 9605 થી 9855 જોવા મળ્યો હતો.

મગફળી ની વાત કરવામાં આવે તો સોમવાર ના દિવસે મળેલ આંકડા મુજબ અમરેલી માં 5350 થી 5685,બનાસકાંઠા માં 5500 થી 6045,સુરેન્દ્રનગર 5650 થી 6525,ભાવનગર 5750 થી 9390,પોરબંદર 5025 થી 5775,જૂનાગઢ 4995 થી 5680,રાજકોટ 5275 થી 5810 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*