સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ગુજરાત કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ પોતાનાં રાજીનામાં આપ્યા છે.
હાઈ કમાન્ડ દ્વારા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા અને સુકાન સોંપવા ગતિવિધિઓ શરૂ થઇ છે. જેમાનાં કેટલાક નામો સામે આવી રહ્યા છે.
ત્યારે આ બધા વચ્ચે ભરતસિંહ દિલ્હી ખાતે પહોંચ્યા છે. હાલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની રેસમાં ભરતસિંહ સોલંકી નું નામ મોખરે હોવાનું ચર્ચામાં છે. દિલ્હીમાં ભરતસિંહ ની હાજરી નું કારણ હાઇકમાન્ડે ચર્ચા કરવા બોલાવ્યા હોવાનો સૂત્રોનો દાવો છે.
હાલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવ છે પરંતુ પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાતમાં કોંગ્રેસને બેલેન્સ નહીં કરી શકતા હવે તેઓને સ્થાને અશોક ગેહલોત ને જવાબદારી સોપવામાં આવે તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. 31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો અને 75 નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો હતો.
આ ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો તેને પગલે કોંગ્રેસના બે નેતાઓ એટલે કે પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું ધર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment