ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ ?

હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે જેના કારણે રાજ્યમાં વિવિધ ભાગોમાં ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આજરોજ અને આવતીકાલે એટલે કે 14 અને 15 માર્ચ દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદની સંભાવના છે.

19 થી 23 માર્ચ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ,હરિયાણા,રાજસ્થાન, મધ્યપ્રદેશ ના કેટલાક ભાગ તેમજ કચ્છ, ગુજરાતના વિવિધ ભાગોમાં ધૂળ કણ સાથે કમોસમી વરસાદ કે કરા પડવાની શક્યતાઓ.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે.આ અરસામાં દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદની ગતિવિધિ રહેશે. તમિલનાડુ, કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોનો ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે.

26 અને 27 માર્ચે પણ હવામાનમાં પલટો આવી શકે છે અને 15મી માર્ચ થી ગરમી વધશે અને માર્ચના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થી તાપમાનમાં વધઘટ થઇ શકે છે. જુનાગઢ, અમરેલી, રાજકોટ, મધ્યગુજરાતમાં વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતના ભાગોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના મત મુજબ ચોમાસા માટે સારા સંકેતો છે. પ્રશાંત મહાસાગર નુ તાપમાન સામાન્ય કરતા વધારે હોય છે ત્યારે ચોમાસાનો અંત થાય છે.

આ પ્રકારના હવામાનના ફેરફાર ને અલ નિનો તરીકે ઓળખાય છે. જો તાપમાન સામાન્ય કરતાં ઓછું હોય તો વધુ વરસાદ થાય છે જેને હવામાન શાસ્ત્રમાં લા નીના તરીકે ઓલખાઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*