સુરતમાં ગબ્બર કહેવાતા પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ની સુરતમાં ધરપકડ, જાણો કારણ.

314

સુરતમાં અલ્પેશ કથીરીયા ની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મતદાનના દિવસે થયેલી માથાકૂટ ને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. અલ્પેશ કથીરીયા વિરુદ્ધ કામરેજ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો હતો.

મહાનગર પાલિકાના ચૂંટણીના દિવસે કામરેજના વેલંજા મથક પર BTP ના કાર્યકર્તાઓ સાથે મારામારી બાદ કેટલાક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરતમાં મતદાન પ્રક્રિયા સમયે કામરેજ વેલેનજા મથક પર એક બબાલ થઈ હતી અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પણ મારામારીમાં સામેલ હોવાની વાત સામે આવી હતી.પાસ અને BTP ના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી.

અને ભાજપના કાર્યકરોએ ગાડીમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ લાગ્યો હતો. BTP ના ચૂંટણી એજન્ટોને માર માર્યો હોવાની પણ વાત સામે આવી હતી.

સુરતમાં ગબ્બર ની છાપ ધરાવનાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથેરિયા ની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મહાનગર પાલિકાના ચૂંટણીના દિવસે મારામારીના મામલાને લઈને તેઓ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીટીપીના કાર્યકર્તાઓએ અલ્પેશ કથીરીયા પર મારામારીનો આક્ષેપ લગાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!