આપણા માતા-પિતાને આપણી જરૂર સૌથી વધારે ઘડપણમાં જ પડે છે. ત્યારે એવા જ એક માતાએ એવું વિચારીને પોતાના બાળકને મોટો કર્યો છે. તેની માતા ઈચ્છતી હતી કે હું જ્યારે ઘરડી થાવ ત્યારે મારો દીકરો મારી સેવા કરે. જ્યારે અમુક બાળકો સારા હોય છે.
અમુક બાળકો સારા હોતા નથી જે ઘડપણમાં પોતાના મા-બાપને રાખતા નથી. અને અમુક બાળકો ત્યારે માતા-પિતા ઘરડા થાય ત્યારે તેને પોતાનો બોજ માને છે.
ત્યારે આવી તકલીફમાં રાજસ્થાનના ચિત્તોડગઢની આ 75 વરસની મહિલા, તેમના પતિનું મૃત્યુ થઈ ગયું છે. દીકરો પોતાની માતાને સાથે રાખવા માટે રાજી નથી. તેના કારણે માતા પાસે આજે રહેવા માટે કોઈ પણ જગ્યા નથી કે ખાવા માટે કોઈ પણ દાણો નથી.
આ વિધવા માતાની હાલત ખુબ જ દયનિય બની ગઈ હતી.જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ ચિત્તોડગઢના પોલીસ અધિકારી હિમાંશુ સિંહ ને થઈ ત્યારે તેઓ વિધવા માતા પાસે પહોંચ્યા હતા.
આ વિધવા માં નો દુઃખ જોઈને પોલીસ અધિકારી હિમાંશુ સિંહની આંખમાંથી પણ આંસુ આવી ગયા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારી હિમાંશુ વિધવા માતપને તેમના ઘરે લઇ ગયા અને તેમના દીકરા પાસે ઘરનો એક રુમ ખાલી કરાવી દીધો.
પોલીસ અધિકારીએ રૂમ ખાલી કરાવીને માતાને સોંપી દીધી આ ઉપરાંત વિધવા માને તે રૂમમાં ગરમી ન લાગે તે માટે હિમાંશુએ પોતાના પૈસા રૂમમાં પંખો લગાવી દીધો.
એટલી મદદ કરતાં જ માતાએ હિમાંશુ સિંહને પોતાનો દીકરો ગણીને તેમના હાથ ને ચૂમી લીધો. પોલીસ અધિકારી હિમાંશુ સિંહ ના રૂપ જોઈને સમગ્ર દેશ તેમની પ્રશંસા કરી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment