પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માં કરશે આ મોટું કાર્ય, જાણો વિગતે

101

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા જેલવાસ બાદ હવે ગુજરાતના અલગ અલગ સ્થળો પર પ્રવાસ કરશે. અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બે દિવસનો પ્રવાસ કરશે. જેમાં 7 ઓગસ્ટના રોજ શનિવારે સાંજે અલ્પેશ 5:30 કલાકે ઊંઝા ઉમિયા ધામ મંદિર ખાતે ઉમિયા માના દર્શન કરીને આશીર્વાદ લેશે ત્યાર બાદ SPG ના પ્રમુખ લાલજી પટેલ ની સાથે મુલાકાત કરશે.

બીજા દિવસે એટલે કે 8 ઓગસ્ટ 2021 રવિવારના રોજ અલ્પેશ કથીરિયા સવારે 11 વાગ્યે સારંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન કરશે ત્યારબાદ 8 ઓગષ્ટે જ બપોરે બે વાગ્યે રાજકોટના જસદણ ખાતે નિર્માણ પામી રહેલા પાટીદાર શૈક્ષણિક ભવન ની મુલાકાત કરશે.

ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ 7:00 વાગ્યે લેવા પાટીદારનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ કાગવડ માં ખોડલ માતાજીની આરતી અને દર્શન કરશે. સાથે સ્થાનિક પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પાસના કાર્યકર્તા અને બીટીપી ના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું હતું. બીટીપી ના કાર્યકર્તાઓ કારમાં બેસીને વિડીયો ઉતારી રહ્યા હતા. આ વાતને લઈને અલ્પેશ કથીરીયા સહિત પાસ ના કાર્યકર્તાએ બિટીપી ના કાર્યકર્તાઓ ને માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો.

આ બાબતે બીટીપી ના કાર્યકર્તાએ કામરેજ પોલીસ સ્ટેશનમાં અલ્પેશની વિરુદ્ધ માં ફરિયાદ નોંધાવી હતી અને એટ્રોસિટીના ગુનામાં અલ્પેશ લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો ત્યારબાદ અલ્પેશ કથીરિયાએ વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી આપી અને અલ્પેશ ના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!