આવતીકાલે ગુજરાતના આ શહેરને ગૃહમંત્રી અમિત શાહ આપશે મોટી ભેટ, જાણો જલ્દી.

Published on: 5:37 pm, Fri, 6 August 21

ગુજરાતના કોરોનાની મહામારી વચ્ચે આવતીકાલે ગાંધીનગર હાઇવે પરના વધુ બે બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વર્ચ્યુઅલ રીતે હાજર રહેશે. આ ઉપરાંત ચિલોડા સરખેજ હાઇવે પરના 11 બ્રિજ પૈકી 5 બ્રીજનું લોકાર્પણ થઈ ચૂક્યું છે.

મળતી માહિતી મુજબ વધુ 2 બ્રીજનું લોકાર્પણ થશે. આ ઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સિટી ના ફ્લાય ઓવર માટે પણ ખાતમુરત કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા 7 ઓગસ્ટ ને વિકાસ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને વિકાસ દિવસની ગાંધીનગરના મહાત્મા મંદિરથી ઉજવણી થશે.

આ ઉપરાંત પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરતમાં રોજગારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આજરોજ સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર હતા. મળતી માહિતી મુજબ આજે રોજગારી દિવસ નિમિત્તે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે 62 હજાર યુવાકોને રોજગારી નિમણૂક પત્ર અપાયા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગારી મેળવનાર 62 હજાર યુવકોને અભિનંદન આપ્યું હતું. આ ઉપરાંત મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ પત્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નવનિર્મિત મેયરના બંગલાની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કાર્યક્રમ દરમ્યાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે અન્ય રાજ્યમાંથી રોજગારી માટે લોકો ગુજરાતમાં આવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય અન્ય પ્રાંતના લોકો ને પણ રોજગારી આપે છે. ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓને કારણે લોકોને ગુજરાતમાં રોજગારીની તક મળે છે. આ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ રોજગારી સુરત સિટીમાં મળે છે કારણ કે સુરત સિટી ડાયમંડ સિટી તરીકે ગણાય છે તેના કારણે અનેક લોકોને રોજગારી મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!]

Be the first to comment on "આવતીકાલે ગુજરાતના આ શહેરને ગૃહમંત્રી અમિત શાહ આપશે મોટી ભેટ, જાણો જલ્દી."

Leave a comment

Your email address will not be published.


*