રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરમાં જાહેર સભા સંબોધવાના છે.
આ ચૂંટણી માટે ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી તેમાં ભાજપના 20 દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સૌથી પહેલું નામ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ચૂંટાયેલા પાખના વડા છે.
છતાં સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ બીજા નંબર પર છે. ગુજરાતમાં 2020 ના યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી વખતે ભાજપે જાહેર કરેલા 30 સ્ટાર પ્રચારકો માં પાટીલ નામ સૌથી પહેલું હતું.
જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું નામ બીજા અને ત્રીજા નંબર પર હતું.આ વખતે પણ એ ક્રમ જળવાયો છે અને એ વખતે ચોથા નંબર પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને.
પાંચમાં નંબર પર આર.સી.ફળદુ હતા.આ વખતે ચોથા નંબરે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પાંચમાં નંબર પર રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારતીબેન શિયાળ છે જયારે આર સી.ફળદુ નું પત્તું કપાયું છે.
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઇને પોતાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને પ્રચાર કાર્ય શરૂ કરી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment