કોરોના મહામારી વચ્ચે સિંગતેલના ભાવ ને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો શું છે સીંગતેલ ના ભાવો?

ગુજરાત રાજ્યમાં સામાન્ય નાગરિકોની જીવન જરૂરિયાતની વસ્તુ પર દિવસેને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસ, સીએનજી ગેસ અને પીએનજી ગેસ હોય કે પછી સીંગતેલ કપાસિયાતેલ.

આ બધી વસ્તુઓમાં પણ દિવસેને દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે. આ પાછળ સરકારનો શું પ્લાન હોય એ કંઈ ખબર નથી પણ એવું કહી શકાય કે હાલ કોરોના મહામારી વચ્ચે થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે.

લોકો પાસેથી ટેક્સ રૂપે ખર્ચો ભેગો કરતા હોય.હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ લગભગ હજાર રૂપિયા પ્રતિ લીટર ની સપાટી પર પહોંચવા જઈ રહ્યા છે. હવે ખાધતેલ પણ ભાવ વધારાના શરૂ કરી દીધા છે.રોજ ને રોજ ખાધતેલ પર 5 થી 10 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે.

પછી સીંગતેલ અને કપાસિયા તેલ હોય કે પછી સોયાબીન. અત્યારે ખાધ તેલનો ભાવ ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. સિંગતેલના ભાવ ની વાત કરીએ તો એક મહિનામાં 380 રૂપિયાનો વધારો થયો છે.જ્યારે કપાસિયા તેલમાં 280 રૂપિયાનો વધારો થયો છે.

અને સોયાબીનના તેલમાં 225 રૂપિયાનો વધારો થયો છે આ ઉપરાંત સન ફ્લાવર ના તેલમાં 370 રૂપિયાનો વધારો થયો છે.સીંગ તેલના ડબ્બાનો પહેલા 2100 રૂપિયા ભાવ.તો જે હાલમાં વધીને 2480 રૂપિયા થઈ ચૂક્યો છે.

તેવી જ રીતે કપાસિયા તેલનો ભાવ 1700 રૂપિયાથી વધીને 1980 રૂપિયા થઈ ગયો છે. પામોલીન તેલનો ભાવ 1500 રૂપિયાથી વધીને 1725 રૂપિયા થઈ ચૂક્યો છે જ્યારે સનફ્લાવર નો ભાવ 1800 રૂપિયાથી વધીને 2170 રૂપિયા થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*