ડોક્ટરની સામે અચાનક જ દર્દીને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ ડોક્ટરે કર્યું એવું કે…જુઓ ઘટનાના CCTV ફૂટેજ

મિત્રો હાલમાં બનેલી એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક દર્દી માટે ડોક્ટર ભગવાન બની ગયા છે. આ ઘટનામાં એક દર્દીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ દરમિયાન દર્દીની સામેની ખુરશીમાં ડોક્ટર બેઠા હતા. ડોક્ટર યોગ્ય સમયે દર્દીને સારવાર આપીને તેનો જીવ બચાવી લે છે.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપૂરમાં બની હતી. આ ઘટનામાં એક દર્દી ડોક્ટરની સામે ખુરશીમાં બેઠા હતા. ડોક્ટર અને દર્દીઓ વાતચીત કરી રહ્યા હોય છે. ત્યારે અચાનક દર્દીને હાર્ટ એટેક આવે છે. આ દ્રશ્યો જોઈને ડોક્ટર તાત્કાલિક પોતાની ખુરશી પરથી ઉભા થઈને દર્દી પાસે પહોંચે છે.

ત્યારબાદ ડોક્ટર યોગ્ય સમયે દર્દીને સાજા કરી નાખે છે. ડોક્ટરની બહાદુરીના કારણે આજે એક દર્દીનો જીવ બચી ગયો છે. આ ડોક્ટર દર્દી માટે ભગવાન બનીને આવ્યા છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મળ્યા માં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો ડોક્ટરના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, ડોક્ટરની સાથે વાત કરતા દર્દી અચાનક જ ખુરશી ઉપર ઢળી પડ્યા હતા. ત્યારે ડોક્ટર જરાક પણ રાહ જોયા વગર દર્દી પાસે પહોંચીને દર્દીના છાતીના ભાગે દબાણ આપે છે.

જેના કારણે દર્દીનો જીવ બચી જાય છે. હકીકતમાં દર્દીને હાર્ટ એટેક આવ્યો હોય છે. પરંતુ ડોક્ટરના કારણે આજે દર્દીનો જીવ બચી ગયો. મિત્રો થોડાક દિવસ પહેલા એક ઘટના બની હતી જેમાં એક વ્યક્તિ સ્ટેજ પર હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો હોય છે. આ વ્યક્તિ રામભજન પર ડાન્સ કરતો કરતો અચાનક ઢળી પડે છે.

સૌપ્રથમ ત્યાં હાજર લોકોને એવું લાગ્યું કે આ વ્યક્તિ એક્ટિંગ કરે છે પરંતુ ઘણો સમય થઈ ગયો પરંતુ તે ઉભો ન થયો. ત્યારબાદ લોકો તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*