કૃષિ કાયદાના ત્રણ કાયદાને લઈને છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદશન કરી રહ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિ એ મોટી જાહેરાત કરી છે.26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિવિધ મુદ્દાની માંગ સાથે.
તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની અંદર લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને લઈને સમગ્ર દેશમાં ખેડૂતોનો વિરોધ છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકારને ટકોર કરવામાં આવી છે કે આ કાયદામાં યોગ્ય નિર્ણય લેવામાં આવે અથવા.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદાને રદ કરવામાં આવી શકે છે.પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા યુવાન આ ઉપરના કેસો પાછા ખેંચવા ની વાત સાથે ગુજરાત સરકાર દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં.
હજુ સુધી પાછા કેસો ખેંચવામાં આવ્યા નથી ત્યારે યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે.સુરત શહેરના વરાછા વિસ્તારમાં લાખો ની જન સંખ્યા વધી રહી હોય ત્યારે છેલ્લા અનેક વર્ષોથી એક સરકારી કોલેજ ઊભી કરવામાં આવી નથી.
તે જનતાની કે રાજકીય આગેવાનોની જેની ખામી ગણો તે ખામી રહી છે.ત્યારે હવે આ વિસ્તાર ની અંદર ફરજિયાત પણે એક સરકારી કોલેજ ની જરૂરિયાત અને માંગ ઉભી થઇ છે ત્યારે તેના સમંદર તિરંગા યાત્રામાં જોડવા માટે.તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિએ મોટી જાહેરાત કરતા ત્રણ માંગ કરી છે જેમાં માંગ ખેડૂતોના સમર્થનમાં પદયાત્રા અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવામાં આવે અને સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment