આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સમય ક્યારે કાળ બનીને આવે તે કોઈને ખબર રહેતી નથી. ત્યારે નડિયાદના પટેલ પરિવાર સાથે તેવી જ એક ઘટના બની છે. રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર વરસાદ ગામ નજીક નડિયાદના પટેલ પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર દીકરાના લગ્ન પહેલા જ માતા-પિતા અને કૌટુંબિક મહિલાએ અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો છે. બળતી માહિતી અનુસાર માતા-પિતા દીકરાના લગ્નની કંકોત્રી કુળદેવી માતાજીને ત્યાં મૂકવા ગયા હતા ભરત આવી રહ્યા હતા. ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પીકઅપ વાને જેની કારને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલે જોરદાર હતી કે કારમાં બેઠેલા ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે પટેલ પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, નડિયાદમાં રહેતા 58 વર્ષીય રમેશભાઈ આપાભાઈ પટેલ પોતે નડિયાદ સ્થિત LIC કચેરીમાં H.G.Aમાં હતા અને સાથે સાથે તેઓ અહીં આવેલા ઓલ ઇન્ડિયા NOIW યુનિયનના પ્રમુખની જવાબદારી પણ સંભાળતા હતા.
તેમનો એકનો એક દીકરો સંકેત કેનેડામાં રહે છે. જાન્યુઆરી મહિનામાં સંકેતના લગ્ન પણ ગોઠવાઈ ગયા હતા. તેથી પરિવારના તમામ લોકો અને કુટુંબિક સભ્યો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. લગ્નની કંકોત્રી પણ લખાઈ ગઈ હતી. રિદ્ધિ રિવાજ મુજબ પહેલી કંકોત્રી કુળદેવી માતાજીના મંદિરમાં મુકવાની હોય છે.
તેથી ગત 15-16 ઓક્ટોબરના રોજ હેમેશભાઈ પોતાની પત્ની રાજુલાબેન અને ભત્રીજા વહુ હિરલબેન પ્રીતમભાઈ પટેલ, ભત્રીજો પ્રીતમ પટેલ અને અન્ય એક એમ કુલ પાંચ સભ્યો શનિ-રવિની રજામાં કાર લઈને રાજસ્થાન સીટ આવેલા પોતાની કુળદેવી ભદ્રકાલી માતાજીને લગ્નની કંકોત્રી માતાજીના ચરણમાં અર્પણ કરવા માટે ગયા હતા.
લગ્નની કંકોત્રી માતાજીના ચરણમાં અર્પણ કરીને તેઓ ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની કારને એક પીકપ વાહને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં 58 વર્ષીય હેમેશ પટેલ, 52 વર્ષીય રાજુલા બેન અને 40 વર્ષીય હિરલબેનનું મૃત્યુ થયું હતું. જ્યારે પ્રીતમ પટેલ અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયું હતું. આ ઘટના બનતા જ પટેલ પરિવારના ઘરમાં લગ્નની કંકોત્રી છપાઈને પડી રહી અને ત્યાં મરણની કાળોતરી લખવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ ખોવાઈ ગયું હતું. દીકરાના લગ્ન પહેલા જ માતા પિતાની અર્થી ઉઠતા આખો પટેલ પરિવાર શોકમાં ચાલ્યો ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment