સુરતમાં 25 વર્ષના પટેલ યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટ માં લખ્યું હતું કે “હું બધું હારી ગયો છું મારી ભૂલ…

Published on: 10:58 am, Wed, 19 October 22

આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષના યુવકે સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો છે. આ સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ ચકચાર મચી જવા પામી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ આકાશ વિનોદભાઈ પટેલ હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. આકાશ ડિંડોલી વિસ્તારમાં આવેલા હેત્વી રેસીડેન્સીમાં રહેતો હતો. થોડાક મહિના પહેલા જ આકાશના લગ્ન થયા હતા. મળતી માહિતી અનુસાર આકાશે સુસાઇડ નોટ લખી અને પોતાના ઘરમાં છત સાથે શર્ટ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટના બનતા જ આકાશના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને ડીંડોલી પોલીસે જીવ ટુંકાવાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આકાશના થોડાક મહિના પહેલા જ અંકિત આ નામની યોગ્ય સાથે લગ્ન થયા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા આકાશના પિતા વિનોદભાઈ કરસનભાઈ પટેલે જણાવ્યું કે, આકાશના થોડાક મહિના પહેલા જ અંકિતા સાથે લગ્ન થયા હતા. બંને એકબીજા સાથે ખૂબ જ સારું એવું જીવન વિતાવી રહ્યા હતા. પરંતુ આ બંને વચ્ચે એક દિવસ ભારે બોલા ચાલી થઈ ગઈ હતી. જેના કારણે અંકિતા પોતાના પિયરમાં જતી રહી હતી.

ત્યારબાદ આકાશ અંકિતાને મનાવવા માટે તેના ઘરે પણ ગયો હતો. પરંતુ ત્યાં આકાશ અને અંકિતાના પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જેના કારણે આકાશ પાછો આવી ગયો હતો. ત્યારબાદ તે થોડા દિવસોથી ખૂબ જ હતાશ રહેતો હતો. ત્યારે તેને અંતે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું.

સુસાઇડ નોટમાં એવું લખવામાં આવ્યું હતું કે, “અંકિતા મિસ યુ હું તને પ્રેમ કરું છું. હું તને આ વાત સીધે સીધી નથી કહી શકતો. મારી હાલત ખૂબ જ ખરાબ છે. હું તને જોવા માટે તડપી રહ્યો છું. મને એમ લાગે છે કે હું બધું હારી ગયો છું. મારી ભૂલના કારણે મેં તને ગુમાવી છે અને હવે હું જીવવા નથી માગતો. અંકિતા તું ખુશ રહેજે અને તારા મા-બાપને ખુશ રાખજે.હું તને ખૂબ જ પ્રેમ કરું છું આઇ લવ યુ” સુસાઇડ નોટમાં આવા શબ્દ લખીને આકાશે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં 25 વર્ષના પટેલ યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટ માં લખ્યું હતું કે “હું બધું હારી ગયો છું મારી ભૂલ…"

Leave a comment

Your email address will not be published.


*