2022 ની ચૂંટણીમાં આ વખતે પરિવર્તન શાળાઓ માટે થશે : મનીષ સિસોદિયા

Published on: 11:57 am, Wed, 19 October 22

આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે પહોંચી રહી છે અને છેલ્લા ઘણા મહિનાથી સતત વિવિધ કાર્યક્રમ દ્વારા આમ આદમી પાર્ટી એ ગુજરાતના ખૂણે ખૂણે પોતાને પહોંચાડી રહ્યા છે ને પોતાનું સંગઠન મજબૂત કર્યું છે તેવું આપ પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે. પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે તિરંગા યાત્રા પરિવર્તન યાત્રા ડોર ટુ ડોર ગેરંટી

રજીસ્ટ્રેશન કેમ્પિયન અને પદયાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટીને વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.પદયાત્રાની શરૂઆતમાં જ મનિશ સિસોદિયાએ ભારત રત્ન બાબાસાહેબ

આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ મનીષ સિસોદિયા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા સાથે પદયાત્રા ની શરૂઆત કરી હતી અને આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સાથે અમદાવાદના સ્થાનિક લોકો જોડાયા હતા તેવું નેતાઓનું કહેવું છે.તેમને પદયાત્રા દરમિયાન

સ્થાનિક લોકોનું અભિવાદન કર્યું હતું અને સમગ્ર ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવી રહ્યા છે અને તેથી જ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના નેતાઓને સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ દિવસ પર કામ કરી રહ્યા છે તેવું જ તેમના નેતાઓનું કહેવું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "2022 ની ચૂંટણીમાં આ વખતે પરિવર્તન શાળાઓ માટે થશે : મનીષ સિસોદિયા"

Leave a comment

Your email address will not be published.


*