મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે ચારે બાજુમાં તમે છવાઈ ગયો છે. આ ઘટનામાં રવિવારના રોજ સાંજના સમયે મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી પડતા લગભગ એક સાથે 400 જેટલા લોકો પાણીમાં પડ્યા હતા. આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હજુ પણ મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. મિત્રો રજાના દિવસોમાં મોરબીમાં આવેલા ઝૂલતા પુલ ઉપર લોકો મોજ કરવા માટે આવે છે.
પરંતુ ગત રવિવારે આવેલા લોકોને શું ખબર હશે કે તેમની ઝૂલતા ભૂલની ટિકિટ આજે તેમની મૃત્યુ ની ટિકિટ બની જશે. પૂલ તૂટ્યો તેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં આખેને આખા પરિવાર દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે આજે આપણે રાજકોટના તેવા જ એક પરિવારની વાત કરવાના છીએ.
આ ઘટનામાં રાજકોટના એક જ પરિવારના ત્રણ સભ્યોનું મૃત્યુ થતા ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. પરમાર પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રાજકોટના પરમાર પરિવારના પતિ પત્ની અને દીકરાનું મૃત્યુ થયું હતું. એક સાથે પરિવારના ત્રણ સભ્યોની અર્થી ઉઠી હતી. આ સાથે અન્ય એક પરિવારની વાત કરે તો જામનગરના જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવાર મોરબી ખાતે ફરવા ગયો હતો.
ત્યારે ઝુલતો પુલ તૂટતા જ એક જ પરિવારના 7 સભ્યો મૃત્યુને ભેટીયા હતા. જેમાં પાંચ બાળકો સામેલ છે. એક જ પરિવારના સાત સભ્યોના મૃત્યુ થતા સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો. ટ્રેક્ટરમાં જાડેજા પરિવારના મૃત્યુ પામેલા સાત સભ્યોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
મિત્રો આવી જ રીતે આ ઘટનામાં અનેક આવા પરિવારો ચાલ્યા ગયા છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.
હજુ પણ પાણીમાં શોધખોળ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળી રહ્યું છે કે આ બ્રિજ 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો હોવાથી ખુલ્યો હતો. બ્રિજની ક્ષમતા કરતા પણ તેના ઉપર વધારે લોકો હતા. જેના કારણે આ બ્રિજ તૂટ્યો હતો. હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment