હે ભગવાન..! રાજકોટના પતિ-પત્નીનું મોરબી દુર્ઘટનામાં મોત, હજુ 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન…પિતાએ રડતા રડતા એવું કહ્યું કે સાંભળીને તમે પણ…

Published on: 2:12 pm, Tue, 1 November 22

હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં મોરબીમાં બનેલી દુર્ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. મોરબીમાં બનેલી દુર્ઘટનાનો ભોગ બનેલા પતિ પત્ની વિશે આજે આપણે વાત કરવાના છીએ. દીકરા અને પુત્રવધુના મૃત્યુ બાદ પિતાની હાલત જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. રાજકોટના હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરાયએ મોરબીમાં બનેલી દુર્ઘટના માં પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બંનેના લગ્નના હજુ તો 5 મહિના જ થયા હતા. લગ્ન બાદ તેઓ મોરબી માસીના ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યાંથી તેઓ ફરવા માટે ઝૂલતા પુલ ઉપર ગયા હતા. ત્યારે ઝુલતો પુલ તૂટ્યો હતો અને મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં મીરાંનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે હર્ષને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હશે હોસ્પિટલમાં પોતાનું જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા ઝાલાવડીયા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હર્ષ અને મીરા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. દિવાળીનું વેકેશન હોવાના કારણે તેઓ પોતાના વતન રાજકોટ આવ્યા હતા.

રાજકોટની અંબિકા ટાઉનશીપમાં સિદ્ધિ હાઇટ્સમાં રહેતો હર્ષ પોતાની પત્ની મીરા સાથે દિવાળીના વેકેશનમાં અહીં આવ્યો હતો. શનિવારના રોજ હર્ષ પોતાની પત્ની મીરા અને માતા પિતા સાથે મોરબી ખાતે રહેતા માસીયાભાઈના ઘરે ગયો હતો. રવિવારના રોજ સવારે તેઓ રાજકોટ જવા માટે નીકળવાના હતા. પરંતુ તેમના પિતરાઈ ભાઈએ તેમને ત્યાં રોકાવાનો આગ્રહ કર્યો હતો.

તેથી તેઓ ત્યાં રોકાયા હતા અને સાંજના સમયે હર્ષ પોતાની પત્ની, માસીયાઈભાઈ, તેની પત્ની અને પુત્ર સાથે જુલતા પુલ ઉપર ગયા હતા. ત્યારે અચાનક ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં હર્ષની પત્ની મીરા, માસીયાઈભાઈ અને તેની પત્નીનું મોત થયું હતું. જ્યારે માસીયાઈભાઈના સાત વર્ષના દીકરાનો બચાવ થયો હતો. હર્ષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હર્ષ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ સમગ્ર ઝાલાવડીયા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મૃત્યુ બાદ પિતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવજો કે, મારો એકનો એક દીકરો હતો. મારો કમાવવા વાળો દીકરો ચાલ્યો ગયો. એટલું બોલતા જ પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

આ ઘટનામાં રાજકોટના કુલ 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં ભુપતભાઈ છગનભાઈ પરમાર, સુરજભાઈ મોહનભાઈ વાલ્મિકી, મીરા હર્ષભાઈ ઝાલાવડીયા, તન્મય નીતિનભાઈ વડગામા, સોહમ મનોજભાઈ દાફડા, પૃથ્વી મનોજભાઈ દાફડા, સુજલ હરેશભાઈ ચાવડા, સ્કશાના રશીદભાઈ ચૌહાણ, નીતિનભાઈ પ્રાણજીવનભાઈ વડગામા, સંગીતા ભુપતભાઈ પરમાર, વિરાજ ભુપતભાઈ પરમાર, શાનિય રાશિદ ચૌહાણ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન..! રાજકોટના પતિ-પત્નીનું મોરબી દુર્ઘટનામાં મોત, હજુ 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન…પિતાએ રડતા રડતા એવું કહ્યું કે સાંભળીને તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*