હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. એક માતા પિતા સૌપ્રથમ પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું અને ત્યારબાદ બંને ગળાફાંસો ખાઇ લીધો. મળતી માહિતી અનુસાર માતા-પિતાએ સૌપ્રથમ પોતાના દીકરાનું ગળું દબાવી દીધું આ કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
પરંતુ જ્યારે આ ઘટનામાં દીકરી બેહોશ થઈ ગઈ હતી. દીકરીને મૃત માનીને માતા-પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર બીજા દિવસે જ્યારે આજુબાજુના લોકોની નજર ઘરની અંદર પડી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ ગામના લોકો એકઠા થઈને ઘરનો દરવાજો તોડ્યો હતો.
પતિ-પત્નીના મૃતદેહને નીચે ઉતારીને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે ખળભળાટ મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે 300 જેટલા લોકો એકઠા થઇ ગયા હતા.
આ છોકરાને ઘટના ભીડ જિલ્લાના ગોહાડમાં બની હતી. અહીં 32 વર્ષીય ધર્મેન્દ્રને અને તેની 30 વર્ષીય પત્ની અમરેશે બંનેએ મળીને સૌ પ્રથમ પોતાના 12 વર્ષના દીકરા પ્રશાંતનું ગળું દબાવી દીધું. આ કારણોસર પ્રશાંતનું કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. ત્યારે બંનેએ મળીને પોતાની 10 વર્ષની દીકરી મીનાક્ષીનું પણ ગળુ દબાવી દીધું હતું.
પરંતુ આ ઘટનામાં મીનાક્ષી માત્ર બેહોશ થઇ હતી. ત્યારબાદ ધર્મેન્દ્ર અને તેની પત્નીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે સવારે ગામના લોકોને આ ઘટનાની જાણ થાય , ત્યારે ગામના લોકોએ મળીને ઘરનો દરવાજો તોડ્યો હતો. આ દરમિયાન ઘરમાં ધર્મેન્દ્ર સિંહ અને તેની પત્નીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.
આ ઉપરાંત ગંભીર હાલતમાં દીકરી માતા-પિતાના મૃતદેહની નીચે બેસીને રડી રહી હતી. ગામના લોકોએ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પતિ-પત્નીએ કયા કારણોસર તેની અતિ કોઈપણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment