એક પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધી, મૃત્યુના સાત દિવસ બાદ એક વીડિયો સામે આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 12:39 pm, Sat, 11 June 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. થોડાક દિવસો પહેલા એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. શરૂઆતમાં તો આ કેસ સુસાઇડનો લાગતો હતો. પરંતુ યુવતીના મૃત્યુના સાત દિવસ બાદ એક વીડિયો સામે આવ્યો છે. યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું તે પહેલા એક વીડિયો પણ બનાવ્યું હતું.

આ વીડિયો વાયરલ સમગ્ર ઘટનાને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બિહારના સિવાનમાં બની હતી.  મૃત્યુ પામેલી યુવતીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, પંડિતજી તમારી ભૂલ નથી. તમે સારા છો પરંતુ તમારો પરિવાર મને દહેજ માટે ખૂબ જ ત્રાસ આપતો હતો. હું આ દુનિયા છોડીને જઈ રહી છું તમે તમારી સંભાળ રાખજો.

સમયસર ભોજન કરી લેજો અને કોઈ પણ વાતની ચિંતા કરતા નહીં. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 1 જૂનના રોજ ચંદન મિશ્રા નામના યુવકની પત્નીની નિકુ કુમારીનું મૃતદેહ લગતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આ ઘટના બન્યા બાદ સાસરિયાઓએ પોલીસ કેસથી બચવા ગામના સ્મશાન ઘાટમાં તાત્કાલિક પુત્રવધૂના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાના સાત દિવસ બાદ મૃત્યુ પામેલી નિકુ કુમારીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નિકુ કુમારી પોતાના પતિ ચંદન મિશ્રને સલાહ આપી રહી છે. તે વીડિયોમાં જણાવી રહી છે કે આ બાબતમાં તેના પતિનો દોષ નથી.

નિકુ કુમારીએ સાસરીયા પર દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી નિકુ કુમારીની માતાએ પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામે દહેજ અને જીવ લેવાનો કેસ નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદ આપતા દીકરીની માતા એ વધુમાં જણાવ્યું હતું કે, તેની દીકરીના લગ્ન 2020માં હિન્દુ રિવાજ મુજબ થયા હતા.

લગ્ન બાદ સાસરિયાઓ મારી દીકરીને ખૂબ જ પરેશાન કરી રહ્યા હતા. ત્યારે એક જૂનના રોજ સાસરિયાઓ નો ફોન આવ્યો હતો કે તમારી દીકરીનું મૃત્યુ થયું છે. અમે દીકરીના ઘરે પહોંચ્યા તે પહેલા તો સાસરીયાઓએ તો દીકરી ના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધી, મૃત્યુના સાત દિવસ બાદ એક વીડિયો સામે આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*