મિત્રો ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદે ભુક્કા બોલાવી દીધા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદ વચ્ચે એક પિતા-પુત્રી કારમાં જતા હતા. આ દરમિયાન અચાનક જ સોનરખ નદીમાં પાણી આવી જતા કાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાવવા લાગી હતી.
આ ઘટનામાં કારમાં બેઠેલી દીકરી પિતાની નજર સામે પાણીમાં તણાઈ ગઈ હતી. જેના કારણે દીકરીનું મોત થયું હતું. યુવાન દીકરીનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ દીપચંદા રાઠોડ હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, દીપચંદાબેન ભરતભાઈ રાઠોડ ડોક્ટર જ સુભાષ યુનિવર્સિટીમાં લેક્ચરર હતા. તેમના પતિ ભરતભાઈ રાઠોડ માણવદરના ખંભાલામાં એગ્રો યુનિવર્સિટીમાં કામ કરે છે. કામના કારણે દીપચંદાબેન પોતાના પિતાની સાથે રહેતા હતા અને રજાના દિવસોમાં પોતાના પતિ પાસે જતા હતા.
ઘટના બની તે દિવસે તેઓ પોતાની કોલેજ પૂરી કરીને પોતાના પિતા સાથે કારમાં આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં વરસાદી પાણીના કારણે લોકો પાણીમાં તણાઈ રહ્યા હતા. જેથી દીપચંદા બહેનના પિતા બધાની મદદ કરવા માટે પહોંચ્યા હતા.
પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે બધા એકબીજાનો હાથ પકડીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ હાથ છૂટી ગયો હતો જેના કારણે બધા ફંગોળાઈ ગયા હતા. આ દરમિયાન દીપચંદાબેન એક થાંભલો પકડી લીધો હતો. આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એક આઇસર ફંગાવળ આવીને દીપચંદાબેન તરફ આવ્યું હતું.
જેના કારણે તેઓ આઇસરની નીચે દબાઈ ગયા હતા. આ કારણોસર તેમનું મોત થયું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલી દીકરીના પિતાએ બે લોકોને બચાવી લીધા પરંતુ તેઓ પોતાની દીકરીને બચાવી શક્યા નહીં. પિતાની નજર સામે જ દીકરીનું મોત થતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment