સોનુ સાફ કરતા યુવકનું બેઠા-બેઠા દર્દનાક મોત… જુઓ મોતનો LIVE વિડિયો…

Published on: 3:19 pm, Mon, 24 April 23

સમગ્ર દેશમાં હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે અને આ સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો નોંધાઈ રહ્યો છે. ક્રિકેટ પ્લેયર થી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતા ના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. યુવાનોમાં સતત હાર્ટ એટેક ના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભય જનક ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, લોકોને કોઈ પણ પ્રકારની બીમારી ન હોય તો પણ તેઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતા રમતા, લગ્નમાં નાચતા નાચતા કે જીવનમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.

હાર્ટ એટેક ના કારણે મોતથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, બિહારમાં આવેલા ભાગલપુર માંથી હાર્ટ એટેક ની વધુ એક ઘટના સામે આવી છે. એક જ્વેલરી શોપમાં જ્વેલરી બનાવતી વખતે કારીગર ની તબિયત અચાનક બગડી હતી. થોડા સમય પછી તે દુકાનમાં જ મૃત્યુ પામ્યો હતો, મળતી માહિતી અનુસાર કારીગર કોલકત્તા નો રહેવાસી હતો અને તે ભાગલપુરમાં જ્વેલરી ની દુકાનમાં કામ કરતો હતો.

કાળઝાળ ગરમીમાં દુકાનમાં કામ કરતી વખતે તેનું મોત થયું હતું, આ ઘટનાની તસવીર અને વિડિયો દુકાનમાં લાગેલા સીસીટીવી માં કેદ થયા છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, ભાગલપુરના સોના પટ્ટી વિસ્તારની આ ઘટના છે જ્યાં કોલકત્તાના સ્થિત કારીગર પીન્ટુ કુમારનું સોનાના ઝવેરાતની દુકાનમાં મોત થયું હતું.

મૃતક પીન્ટુ બે વર્ષથી ભાગલપુરમાં વિકેશકુમાર નામની વ્યક્તિની દુકાનમાં સોનાના ઘરેણા બનાવતો હતો. વહેલી સવારે ઘરેણા બનાવતી વખતે તેની તબિયત લથડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. મોતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે,

જેમાં જોઈ શકાય કે તેમની તબિયત અચાનક બગડી અને તેઓ નીચે પડી ગયા. જેના કારણે તેનો મોત થયું હતું તે જ સમયે ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો