આ માલિક ના હાર્ટ એટેક થી નિધન થયા બાદ તેમના પાળેલા કૂતરાએ ખોરાક લેવાનું છોડી દીધું હતું. પરિવારજનો યુવક અને સભ્ય સમાન કૂતરાની અંધારી વિદાયથી બેવડા આઘાતમાં સરી પડ્યા છે. દાંતામાં પાળેલા કુતરા એ માલિક પ્રત્યેની લાગણી અને વફાદારી નિભાવતા
માલિકના અવસાન બાદ એક અઠવાડિયામાં જ પોતાનો દેહ છોડી હોવાનો લાગણીસભર કિસ્સો બનવા પામ્યો છે.આ અંગે પરિવારના મોભી શૈલેષજી રાઠોડે જણાવ્યું કે મારા મોટાભાઈ પ્રવીણભાઈ રાઠોડનું 15 દિવસ અગાઉ નિધન થયું હતું.
તેમની સ્મશાનયાત્રા ની કરવામાં આવી ત્યારે પાંજરામાં પુરાયેલા કૂતરો ટોમી ખૂબ ભસ્યો હતો. જોકે તેને ત્યારબાદ ભસવાનું બંધ કરી દીધું હતું તેમજ પાણી ખોરાક લેવાનું બંધ કરી દીધુ હતો.
ડોક્ટર બોલાવી સારવાર કરાવી પરંતુ ભાઈ ના નિધન પછી એક અઠવાડિયામાં જ તેમનો વિરહ સહન ન થતા ટોમી એ પણ દેહ છોડી દીધો હતો. મોટાભાઈ અને અમારા પરિવારના સભ્ય સમાન ટોમી ની અણધારી વિદાયથી કારમો આઘાત અનુભવીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment