મુસાફરો માટે મહત્વના સમાચાર,એસટી વિભાગના કર્મચારીઓની હડતાળ આવ્યો અંત, સરકાર દ્વારા સ્વીકારવામાં આવી આ માંગો

Published on: 10:33 am, Thu, 21 October 21

રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓએ બુધવારે રાત્રીથી હડતાળ પર જવાના હતા. રાજ્યના તમામ એસ.ટી સ્ટેન્ડ પર બસનો ખડકલો અને ચક્કાજામની સ્થિતિ થવાની હતી. પરંતુ રાજ્ય સરકારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને હડતાળથી અફરા તફરી ના સર્જાય

તે ધ્યાનમાં રાખીને કર્મચારી એસોસિયન સાથે વાત કરી ને 18 માંથી 10 માંગણી મંજૂર રાખતા હડતાલ સમેટાઇ હતી.એસટી વિભાગના કર્મચારી મહામંડળની કેટલીક લાંબા સમયથી પડતર રહેલ વિવિધ માંગણીઓ અને તે અંગે વ્યાપેલો અસંતોષ હડતાળ નું મુખ્ય કારણ હતું.

રાજ્ય સરકાર સાથેની વાતચીતમાં તે માંગણીઓ સ્વીકાર્ય બની છે તેમાં 7માં પગાર પંચનો ત્રીજો હપ્તો તાત્કાલિક ધોરણે ચૂકવાશે. કર્મચારીઓના પરિવારજનોને નોકરીના વિકલ્પે નાણાકીય પેકેજ પણ ચૂકવવામાં આવશે.

એસટી કર્મચારીઓને 5 ટકા જેટલું DA પણ ચૂકવવા બાબતે સહમતી સધાઈ છે.ફિક્સ પગાર કર્મચારીઓના નિધન બાદ તેમના પરિવારને પણ 4 લાખની સહાય આપવામાં આવશે. આ સાથે વર્ગ-4ના કર્મચારીઓને બે વર્ષનું બોનસ પણ આપવામાં આવશે.

એસટી કર્મચારી મહામંડળ ની પડતર માગણીઓ બાબતે સંભવત દિવાળીના તહેવારો બાદ નિર્ણય લઇ શકાય તેવી શક્યતા છે. હાલ પૂરતી એસ.ટી.વિભાગના 944 કેટલા કર્મચારીઓના વારસદારોને આપવાની બાકી રકમની ચુકવણી કરાશે. ડ્રાઇવર કંડકટર ના પે સ્કેલ પણ રીવાઇસ કરવાની બાબતને રાજ્ય સરકારે મંજૂર રાખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!