સુરતમાં પટેલ પરિવાર શોકના વાદળા : પત્નીના જીવન ટૂંકાવવા બાદ પતિએ 7 વર્ષની બાળકી સાથે તાપીમાં કુદીયો, માસુમ બાળકીનું મૃત્યુ…

Published on: 11:28 am, Thu, 21 October 21

સુરતની એક ખૂબ જ દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મૂળ જૂનાગઢના લીલવા ગામના વતની અને હાલમાં સરથાણામાં વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર સંજય ભાણજીભાઈ તળાવીયાની પહેલી પત્ની જલ્પા સાથે દિવસ થયો હતો. જલ્પાને સાત વર્ષની દીકરી હતી જે તેના પિતા સાથે રહેતી હતી.

અને સંજય રેખાબેન નામના એક મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ જિયાના મુદ્દે બંને વચ્ચે વારંવાર માથાકૂટ થતી હતી. જેના કારણે બુધવારના રોજ રેખાબેને અનાજ માં નાખવાની દવા પીને પોતાનું જીવન ટૂંકું કર્યું હતું.

જેથી પતિ ગભરાઈ ગયો અને તે પોતાની બાળકી જીયા ને લઈને સવજી કોરાટ બ્રિજ પાસે ભવાની સોસાયટી નજીક ગયો હતો. અને ત્યાં સંજય પોતાની દીકરી સાથે નદીમાં કૂદી ગયો હતો.

ત્યારે માછલી પકડવાની કામગીરી કરતા રહેશે નદીમાં ડૂબતા સંજય ને બચાવી લીધો હતો અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ સંજયની 7 વર્ષની બાળકીનું નદીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને સાંજના સમયે ફાયરની ટીમને જીયાનું મૃતદેહ મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને કાપોદ્રા પોલીસે રેખાબેનના મૃત્યુ મામલે સંજય તળાવીયા વિરુદ્ધ જીયા નો જીવ લઈ લેવાનો ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર રેખાબેને ઘરકંકાસથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું હતું. અને સંજય તેની પુત્રી સાથે નદીમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ઘટનામાં તેનો બચાવ થયો છે અને તેની પુત્રીનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં પટેલ પરિવાર શોકના વાદળા : પત્નીના જીવન ટૂંકાવવા બાદ પતિએ 7 વર્ષની બાળકી સાથે તાપીમાં કુદીયો, માસુમ બાળકીનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*