સમગ્ર દેશ સાથે રાજ્યમાં કોરોનાવાયરસ થી મહામારીને કારણે તમામ ધંધા-રોજગાર સહિત ટ્રેન રેવા પર ખાસ અસર પડી હતી અને લોકડાઉન ની શરૂઆતી કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ટ્રેન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ સમગ્ર દેશમાં અનલૉક દરમ્યાન સરકારે સંતો રોજગાર સહિત એસટી બસ વ્યવહાર ધીરે-ધીરે શરૂ કર્યો છે ત્યારે આ સ્થિતિમાં રેલવે વિભાગ દ્વારા ટ્રેન વ્યવહાર પણ શરૂ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોરોનાની મહામારી ને કારણે ટ્રેન વ્યવહાર સંપૂર્ણ બંધ હતો પરંતુ હાલ અનલૉક દરમ્યાન ધીમે ધીમે બજારોને ઉદ્યોગ શરૂ થયા છે.પરંતુહજી સુધી ટ્રેન વ્યવહાર નિયમિત શરૃ ન થતાં અનેક મુસાફરો ને ભારે હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે. પરિસ્થિતિનેધ્યાનમાં લઈ અગાઉ રેલવે વિભાગ દ્વારા ઓખા થી ખુદડા રોડ અને સોમનાથ થી જબલપુર ટ્રેન શરૂ કરવામાં આવી હતી.
આ 15 થી 22 ઓક્ટોબર દરમ્યાન રેલવે વિભાગ દ્વારા વધુ પાંચ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 15 ઓક્ટોબર થી મુંબઈ થી ઓખા જતી સૌરાષ્ટ્ર મેલ અને 16 ઓક્ટોબરથી શુક્રવાર અને શનિવારે જામનગર થી તિરુણવેલી જતી ટ્રેન,17 ઓક્ટોબરથી દર મંગળવાર અને શનિવારે પોરબંદર થી દિલ્હી સરાઇ રોહિલ્લા જતી ટ્રેન શરૂ કરવામાં આવશે.
આઉપરાંત ભાવનગર તરફના ટ્રેન વ્યવહાર પણ શરૂ કરવામાં આવ્યો છે જેમાં આગામી 22 ઓક્ટોબરથી દર મંગળવારે વિકલી ટ્રેન ભાવનગર થી આસનસોલ અને 16 ઓક્ટોબરથી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ભાવનગર થી બાંદ્રા જતી ટ્રેન શરૂ કરવામાં આવી છે.
લોકડાઉન 6 મહિના બાદ ફરી ઝાલાવાડની પ્રજાને વધુ પાંચ તેનો લાભ મળતા મુસાફરો સહિત અનેક. કોરોના કારણે આ વર્ષે રેલવેમાં સફર કરવા આ નિયમોનું પાલન ચોક્કસ કરવું પડશે નકલી લન્ડ પાત્ર રકમ ભરવી પડશે.
લોકોને પડતી હાલાકી દૂર થતાં આનંદની લાગણી ફેલાવા જવા પામી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૌકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment