ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.પ્રભારી રઘુ શર્મા ના નવા નેતૃત્વ આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું છે.ગુજરાતમાં યોજનારી ચિંતન શિબિર પહેલા નવું નેતૃત્વ નક્કી થશે તેમ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું.
તેમને જાહેરાત કરી છે કે ચિતિંન શિબિર નવા નેતૃત્વ સાથે યોજાશે.આજરોજ સરદાર પટેલ જન્મ જયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે. બંને મહાનુભાવો નું દેશ માટે બહુ મોટું યોગદાન છે. એમને કહ્યું કે આજથી કોંગ્રેસનું સદસ્યતા અભિયાન શરૂ થશે.
આવતીકાલથી ગુજરાતના દરેક જીલ્લા મથકે સદસ્યતા અભિયાન શરૂ થશે. જિલ્લા પ્રમુખો સાથે આજરોજ બેઠક પણ યોજાશે અને મમતા બેનર્જી ઉપર રઘુ શર્માએ શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ રાજનીતિમાં ગંભીર નથી તેવા મમતાના નિવેદનનો જવાબ આપ્યો હતો.
મમતા બેનર્જી કોંગ્રેસની પ્રોડક્ટ છે. પોતાની પ્રોફાઇલ મોટી કરવા માટે નિવેદન કરે છે. આજે વિપક્ષ તરીકે સમગ્ર દેશમાં માત્ર કોંગ્રેસ સવાલ ઉઠાવે છે. નોંધનીય છે કે લાભ પાચમ પછી ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. આ શિબિરમાં રાહુલ ગાંધી સતત ત્રણ દિવસ ગુજરાત રોકાશે.ત્યારે લાભપાચમ પહેલા નવા નેતૃત્વની ઘોષણા થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment