ત્રણ અઠવાડિયામાં 11 વીર જવાન થયા શહીદ,પાકિસ્તાન બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન આ બે વીર જવાનો થયા શહિદ,જવાન બહેનના લગ્નમાં જવાના હતા

Published on: 11:21 am, Sun, 31 October 21

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનની સરહદે આવેલી નિયંત્રણ રેખા નજીક પેટ્રોલીંગ દરમ્યાન તેઓ શહીદ થયા હતા.સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર પીરપંજાલ ક્ષેત્રના નોશેરા સુંદરબ ની સેક્ટરમાં શનિવારે સાંજે થયેલી આ ઘટનામાં ત્રણ વીર જવાનો ઘાયલ થયા હતા

જેઓને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં એક લેફ્ટનન્ટ અને એક વીર જવાન શહીદ થયા છે.સંરક્ષણ જણાવ્યા અનુસાર,લેફ્ટનન્ટ ઋષિકુમાર અને કોન્સ્ટેબલ મનજીતસિંહ લેન્ડમાઈન ધડાકા માં શહીદ થઈ ગયા હતા.

ઋષિકુમાર બિહાર ના બેગુસરાઇ નો રહેવાસી હતો જ્યારે મનજીત પંજાબના ભટિંડા જિલ્લાના સીરવેવાલા ગામનો રહેવાસી હતો.તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

શહીદના પિતા રાજીવ રંજન ને જણાવ્યું કે લગભગ સાડા સાત વાગ્યે ટેલિફોન પર માહિતી મળી હતી. પિતા એમ પણ કહ્યું કે તેને ચાર દિવસ પહેલા તેની માતા સાથે વાત કરી હતી અને કહ્યું કે બહેનના લગ્નની રજા લઈને આવી રહ્યો છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!