દીકરાને ધાબા ઉપર રમતો મૂકીને માતા ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ, પછી અઢી વર્ષના દીકરા સાથે કંઈક એવું બન્યું કે…આખો પરિવાર દોડતો થઈ ગયો…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. હાલના આધુનિક જમાનામાં લોકો મોબાઇલમાં આટલા વ્યસ્ત રહે છે કે આજુબાજુ શું થતું હોય તે તેમને પણ ખબર રહેતી નથી. ઘણી વખત મોબાઈલના કારણે બનેલી દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતા મોબાઇલ પર વાત કરવામાં વ્યસ્ત હતી અને તેના અઢી વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે.

વિગતવાર વાત કરીએ તો અઢી વર્ષનો બાળક રમતો રમતો પાણીથી ભરેલા ટબમાં પડી ગયો હતો. આ દરમિયાન બાળકની માતા ફોન પર કોઈકની સાથે વાત કરવામાં વ્યસ્ત હતી. લગભગ પાંચ મિનિટ પછી માતાની નજર બાળક ઉપર ગઈ હતી અને બાળકને જોઈને માતાના હોશ ઉડી ગયા હતા.

બાળક ઉંધા માથે ટબમાં પડેલો હતો. ત્યારબાદ માતાએ બૂમાબૂમ કરી હતી અને બાળક પાસે જઈને તેને ટબમાંથી બહાર કાઢ્યો હતો. પછી આસપાસના લોકોને સંબંધીઓ મળીને બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. પોતાના દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ માતા બેહોશ થઈ ગઈ હતી.

આ ઘટના રવિવારના રોજ બપોરે હાપુડમાં બની હતી. બપોરના સમયે એક માતા પોતાના દોઢ વર્ષના દીકરા આર્યનને નહાવા માટે ટેરેસ પર લઈ ગઈ હતી. ત્યાં એક ટબમાં પાણી ભરેલું હતું. ત્યારે માતાને અચાનક જ ફોન આવ્યો હતો. તેથી તે ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. ત્યારે ટબની આજુબાજુ રમતો દોઢ વર્ષનો આર્યન રમતા રમતા ટબમાં પડી ગયો હતો.

ફોનમાં વાત કરતી કરતી માતા કોઈ કામને લઈને નીચે જાય છે. થોડીક વાર બાદ માતા જ્યારે ઉપર આવે છે ત્યારે તેને પોતાના દીકરા આર્યનને ટબમાં પડેલો જોયો હતો. આર્યન ટબમાં ઊંધા માથે પડ્યો હતો. દીકરાને જોઈને માતાએ ચીસો પાડી હતી. ત્યારબાદ સંબંધીઓ આર્યનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જ ગયા હતા.

જ્યાં હાજર ડોક્ટરે આર્યનને મૃત જાહેર કર્યો હતો. આર્યનના મૃત્યુના સમાચાર મળતા જ તેની માતા બેહોશ થઈ ગઈ હતી. બાળકને મૃત જાહેર કર્યા બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. આ દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે,

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*