બાલાજીના મંદિરે કાર લઈને દર્શને જઈ રહેલા, 5 મિત્રોનું રસ્તામાં અકસ્માતમાં રિબાઈ રિબાઈને મોત…ઉતાવળના ચક્કરમાં મિત્રોને કાળભરખી ગયો…

Published on: 3:55 pm, Mon, 23 January 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક કારમાં સવાર 5 મિત્રોના કરુણ મૃત્યુ થયા છે. આ અકસ્માતની ઘટના રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી. કાર અને સામેથી આવતી ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના બની હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર ચાલકે આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારચાલકની સામેથી આવતી ટ્રોલી દેખાઈ નહીં. જેના કારણે ટ્રોલી અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ભયંકર અકસ્માતમાં પાંચ મિત્રોએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા છે.

આ અકસ્માતની ઘટના રાજસ્થાનના સીકરના ફતેપુર પાસે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો હરિયાણાના ફતેહાબાદના હતા. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરે હતો, હરિયાણાની નંબરની કાર સાલસર તરફ જઈ રહી હતી. આ દરમિયાન કારચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન સામેથી આવતી ટ્રોલી દેખાઈ ન હતી અને ઝડપી કાર ટ્રોલી સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પાંચ મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં સંદીપ, મોહન, અમિત, પ્રદીપ અને અજય નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા અજયના ઘરે 40 દિવસ પહેલા એક દીકરાનો જન્મ થયો હતો. મૃત્યુ પામેલો મોહન પણ પરિણીત હતો. જ્યારે સંદીપ અમિત અને પ્રદીપ અપરણિત હતા.

મળતી માહિતી અનુસાર પાંચ મિત્રો કારમાં સવાર થઈને બાલાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાલાજીના મંદિરે કાર લઈને દર્શને જઈ રહેલા, 5 મિત્રોનું રસ્તામાં અકસ્માતમાં રિબાઈ રિબાઈને મોત…ઉતાવળના ચક્કરમાં મિત્રોને કાળભરખી ગયો…"

Leave a comment

Your email address will not be published.


*