હાલમાં બનેલી એક ચોક આવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં પરીક્ષામાં પહેલા નંબરે આવું ભારે પડી ગયું છે. કારણકે બીજા નંબરે આવતા બાળકની માતાએ પહેલા નંબરે આવતા બાળકનો જીવ લઈ લીધો છે. મૃત્યુ પામેલા બાળકે પરીક્ષામાં ટોપ કર્યું હતું. જેના કારણે બીજા નંબરે આવેલા બાળકની માતાને ખૂબ જ ઈર્ષા થઈ હતી. જેથી તેને પહેલા નંબરે આવનાર બાળકનો જીવ લઈ લીધો હતો.
આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આ ઘટના પૂડુચેરીના કરાઈકલમાં બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકનું નામ બાલા મણીકંદન હતું અને તેની ઉંમર 13 વર્ષની હતી. તે પોતાના માતા પિતા સાથે રહેતો હતો. બાલા ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો. શાળાની પરીક્ષામાં બાલો પહેલા નંબરે આવ્યો હતો.
જેના કારણે બીજા નંબરે આવતા વિદ્યાર્થીની માતા વિક્ટોરિયા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. તેથી વિક્ટોરિયાએ બાલાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. શનિવારના રોજ જ્યારે બાલા શાળાએથી ઘરે આવ્યો ત્યારે અચાનક તેની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી. તેને સતત ઊલટીઓ થવા લાગી હતી. તેથી તેની માતાએ તેને પૂછ્યું કે, આજે શાળામાં શું ખાધું હતું.
ત્યારે બાળકે કહ્યું કે, તેને જ્યુસ પીધું હતું, જે તેને શાળાના વોચમેને આપ્યું હતું. ત્યારબાદ બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ બાળકના માતા પિતા શાળાએ વોચમેનની પૂછપરછ કરવા માટે ગયા હતા, તેમને વોચમેનને પૂછ્યું કે જ્યુસ કેમ આપ્યું હતું.
ત્યારે વોચમેને કહ્યું કે એક મહિલા તેની પાસે આવી હતી અને તેને કહ્યું હતું કે આ જ્યુસ બાલાને આપો. ત્યારે ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે તેમાં દેખાયું કે, એક મહિલા વોચમેનને જ્યુસ આપતી જોવા મળી રહે છે. ત્યારબાદ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, બાલાની ક્લાસમાં ભણતા વિદ્યાર્થીની માતાએ વોચમેનને આ જ્યુસ આપ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, જ્યુસ ની અંદર ઝેરી દવા નાખવામા આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, બાલો ક્લાસમાં પહેલા નંબરે આવ્યો હતો અને તેનો દીકરો ક્લાસમાં બીજા નંબરે આવ્યો હતો. જેના કારણે તેને ખૂબ જ ઈર્ષા થઈ અને તેને બાલાનો જીવ લઈ લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment