માતાએ પોતાની અઢી વર્ષની દીકરી સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું, એવું તો શું થયું હશે કે માતાએ આ પગલું ભર્યું…

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાન અને યુવતીઓ નાની-નાની બાબતમાં આ પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાની અઢી વર્ષની દીકરી સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની છે.

મળતી માહિતી અનુસાર સુંદર નગર સબ ડિવિઝનના છત્ર ગામમાં રેહતી 22 વર્ષીય પરિણીત મહિલાએ પોતાની અઢી વર્ષની દીકરીને સૌપ્રથમ ફાંસી પર લટકાવી દીધી અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો. આ ઘટના શુક્રવારના રોજ બપોરના સમયે બની હતી. ઘટનાની માહિતી મળતા સુંદર નગર પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતકના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસ અનુસાર પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ, શુક્રવારે બપોરે પોલીસ સ્ટેશન સુંદર નગર વિસ્તારના ગામમાં 22 વર્ષીય મહિલાએ સૌપ્રથમ પોતાની અઢી વર્ષની દીકરીને ફાંસી પર લટકાવી દીધી અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો.

મૃત્યુ પામેલી મહિલાની ઓળખ ડિમ્પલ કુમારી તરીકે થઈ છે. મૃત્યુ પામેલી અઢી વર્ષની દીકરીની ઓળખ પ્રિયાંશી તરીકે થાય છે. ડિમ્પલ કુમારીના પતિનું નામ વિનય કુમાર છે. ડિમ્પલ અને વિનયના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. ડિમ્પલે શુક્રવારના રોજ સૌ પોતાની દીકરી પ્રિયાંશીને ફાંસી પર લટકાવી દીધી અને ત્યારબાદ ડિમ્પલ એ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું.

ડિમ્પલએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને મૃતક ડિમ્પલના પરિવારજનોનો આરોપ છે કે, તેમની દીકરી ડિમ્પલને તેના સાસરિયાઓ દ્વારા નીચલી જાતિની હોવાનું કહીને હેરાન કરવામાં આવતી હતી.

આ અંગે ડિમ્પલ લએ પોતાની મોટી બહેનને વોટ્સએપ દ્વારા જાણ પણ કરી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને હજુ પણ જાણવા મળ્યું નથી કે ડિમ્પલે કયા કારણોસર આ પગલું ભર્યું હતું. માતા અને દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*