7 મહિનાના બાળકના પિતાએ કિન્નર સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ કરતા પહેલા કિન્નરે એક વિડીયો બનાવ્યો હતો…

Published on: 12:31 pm, Sun, 10 July 22

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ટૂંકાવાની ઘટનાઓ સાંભળી હશે, જેમાં પ્રેમી પંખીડાઓ એક સાથે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે અમદાવાદમાં બનેલો તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. બાળવામાં એક પરિણિત યુવક અને કિન્નર પ્રેમસંબંધમાં એક સાથે ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લે છે. બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે બંને એકબીજાના હાથ પર એકબીજાના નામના ટેટુ પણ પડાવ્યા હતા.

સુસાઇડ કરતા પહેલા કિન્નરો ખૂબ જ ઉદાસ અને ગુમ રહેતા હોવાનો ખુલાસો થયો છે. આ પગલું ભરતા પહેલા કિન્નરે ‘હું તારા જીવનમાંથી લવ છું રે વિદાઈ, માફ કરજે મને આજે મોત લેવા આઈ છે”, ‘જો જો કોઈને કહેતા નહીં મારા પ્રેમની વાતો, ઉઠી જશે દુનિયાને પ્રેમ પરનો ભરોસો’, ‘પ્રેમની પરિભાષા હું નથી જાણતી’ એવા અનેક ગુજરાતી ગીત પર વિડીયો બનાવીને ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા હતા.

કિન્નર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. લગભગ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 30,000 થી પણ વધારે ફોલોવર્સ છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરી હતો, ત્રણ જુલાઈના રોજ રાત્રે બાવળા તાલુકામાં દેહગામડામાં રહેતો 22 વર્ષીય કલ્પેશ મકવાણા નામનો યુવક બહાર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. મોડી રાત થઈ ગઈ છતાં પણ યુવક ઘરે ન આવ્યો અને તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો.

બીજા દિવસે કલ્પેશે ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા ખેતરમાં લીમડાના ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. કલ્પેશ ના મૃતદેહની સાથે બીજું મૃતદેહ પણ લટકે હાલતમાં મળી આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બીજું મૃતદેહ ક્રિષ્નાદે ડેબાદે નામના કિન્નરનું હતું. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કલ્પેશ મકવાણા અને ક્રિષ્ણાદે ડેબાદે સાથે પ્રેમ સંબંધમાં હતો.

જેના કારણે કલ્પેશ મકવાણાએ ગામની સીમામાં પ્રહલાદભાઈ કોળી પટેલના ખેતરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કલ્પેશ ગુમ થયો તેની પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર બંને બે વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા, બંનેએ હાથના પંજામાં એકબીજાના નામ ના ટેટુ પણ બનાવ્યા હતા. મળતી માહિતી અનુસાર કલ્પેશના લગ્ન થઈ ગયા હતા. તેને સાત મહિનાનો એક દીકરો પણ છે. મળતી માહિતી અનુસાર કિન્નર અને કલ્પેશ બંને કલ્પેશના લગ્ન પહેલા એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બંનેના મૃતદેહ પાસેથી પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "7 મહિનાના બાળકના પિતાએ કિન્નર સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ કરતા પહેલા કિન્નરે એક વિડીયો બનાવ્યો હતો…"

Leave a comment

Your email address will not be published.


*