વરરાજાની કાર શણગારી રહેલા 2 મિત્રોને એક સ્વીફ્ટ કારે લગાવી જબરદસ્ત ટક્કર, બંને મિત્રોના કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતની ઘટનાનો CCTV ફૂટેજ

Published on: 1:33 pm, Sun, 10 July 22

મિત્રો સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. ત્યારે શુક્રવારના રોજ બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં વરરાજાના શાળા અને તેના મિત્રનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ ઘટનામાં બેકાબુ બનેલી એક સ્વીફ્ટ કાર રોડની સાઈડમાં ઉભેલા બે યુવકોને જબરદસ્ત ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકો ઉછળીને 10 ફૂટ દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં બંનેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના બાડમેરમાં બની હતી.

બાડમેરના સિવાના નગરમાં શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ ત્રણ યુવકો વરરાજાની કાર શણગારી રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવતી એક સ્વીફ્ટ કારે વરરાજાની કારની પાસે ઉભેલા ત્રણ મિત્રોમાંથી બેને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ત્યારબાદ સ્વીફ્ટ કાર રસ્તા પર પાર્ક કરેલા બે ત્રણ વાહનો સાથે પણ અથડાઈ હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બંને મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે કાર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને કારણે બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ રાત્રે ઘનશ્યામ નામના યુવક અને ખુશ્બુ નામની યુવતીના લગ્ન હતા. ત્યારે વેલી સવારે માર્ગ અકસ્માતમાં વરરાજાનો સાળો અને તેના મિત્રનું મૃત્યુ થતા લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર શનિવારના રોજ વહેલી સવારે બંનેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. બંનેના મૃત્યુના કારણે ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ અકસ્માતની ઘટનામાં 26 વર્ષે ભરતકુમાર અને 30 વર્ષે રાજપૂરીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વરરાજાની કાર શણગારી રહેલા 2 મિત્રોને એક સ્વીફ્ટ કારે લગાવી જબરદસ્ત ટક્કર, બંને મિત્રોના કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતની ઘટનાનો CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*