માતાએ ઠપકો આપ્યો તેથી બાળક રડવા લાગ્યો, ત્યારે પિતાએ પૂછ્યું કેમ રડે છે, ત્યારે બાળકે પિતાને આપ્યો એવો જવાબ કે – વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…

સોશિયલ મીડિયા પર ઘણા એવા રમૂજીત વિડીયો વાયરલ થતા નજરે પડે છે કે જે જોઈને સૌ કોઈ લોકોને રમુજી થતી હોય છે. એવામાં જ આપણે સૌ જાણીએ છીએ કે બાળપણમાં જ્યારે બાળકો ભણતા નથી ત્યારે તેમના વાલીઓ દ્વારા તેમને ઠપકો આપવામાં આવતો હોય છે કાં તો મારતા હોય છે. તો જ બાળકો સારી રીતે અભ્યાસ કરી એવું દરેક વાલીઓની અપેક્ષા હોય છે.

માતાઓ પોતાના બાળકોને અભ્યાસ પ્રત્યે ભાર મુકવા માટે ઘણીવાર પોતાના બાળકને ઠપકો આપતા હોય છે તો ક્યારેક તેમને મારતા પણ હોય છે.તેવામાં હાલ એક વિડીયો વાયરલ થતો નજરે પડ્યો જેમાં માતા તેના બાળકને અભ્યાસ ન કરવા બદલ માર મારી રહી છે. તેથી એ બાળક રડી રહ્યો છે.

માતાએ પોતાના રડતા બાળકને નકલમાં નંબરો લખવાનું કહ્યું તેવામાં છોકરાના પિતા નજીકમાં તેમના મોબાઈલ કેમેરામાં વિડીયો શુટ કરી રહ્યા હતા. એક બાજુ માતા ગુસ્સાથી પોતાના પુત્રને શીખવી રહ્યા હતા તો બીજી બાજુ એ વિડીયો શુટીંગ કરતા પિતાએ દીકરા દ્વારા બોલવામાં આવેલા ડાયલોગ શૂટ કરી લીધા હતા.

ત્યારે તમે પણ એ વિડિયો સાંભળશો તો તમને પણ હસવું આવશે.જેમાં એ બાળકે એવા એવા ડાયલોગ્સ બોલ્યો છે કે સૌ કોઈ લોકો હસી ઊઠે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડીયામાં જોશો તો રૂમમાં બેડ પર એક બાળક પોતાના હાથમાં પેન્સિલ લઈને બેઠો છે અને એક નકલ લઈને બેઠો છે.

જેમાં તેની માતા ના કહેવાથી નંબરો લખી રહ્યો છે એવા માં જ માતા ગુસ્સે થઈને તેને હવે વન નાઈન લખો એમ કહેતા બાળક રડતા રડતા બોલે છે કે 19 અને પછી લખવાનું શરૂ કરે છે. ત્યારે બાજુમાં જ બેઠેલા પિતાએ એ વિડીયો કેપ્ચર કરી લીધો હતો.

પપ્પાએ એ રડતા બાળકને કહ્યું કે રડવાનો શું ફાયદો? તેના પર બાળકે કહ્યું કે તમે ચુપ રહો ત્યારે પિતાએ કહ્યું હું શા માટે ચૂપ રહીશ? એવા માં જ બાળક ફરી બોલ્યો કે તમે મારી માતા નથી તમે પિતા છો એવા એવા ડાયલોગ્સ મારતો એ વિડિયો હાલ તો સોશિયલ મીડિયા પર ધમાકેદાર રીતે વાયરલ થતો નજરે પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*