આમ આદમી પાર્ટી ની સરકાર ને વિનંતી છે કે હવે તે તેમની આંખો ખોલે અને જનતા ને મદદરૂપ બનવા યોગ્ય પગલાં ભરે: ઈસુદાન ગઢવી

Published on: 7:05 pm, Fri, 15 July 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ મુદ્દે વિડીયો દ્વારા માહિતી આપવા કહ્યું કે, અમદાવાદ સહિત ગુજરાતના બીજા પણ ઘણા શહેરોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે ધોધમાર વરસાદને લઈને ભાજપના તંત્રની પોલ ખુલ્લી ગઈ છે. ઈશુદાન ગઢવીનું કહેવું છે કે, તંત્ર એ કામગીરી નથી કરી પ્રિમોન્સૂનના નામે માત્ર મીટીંગો જ કરી છે. જે આજે સાબિત થઈ ગયું છે.

ઈશુદાન ગઢવી એ વધુમાં જણાવ્યું કે, આજ સુધીમાં ક્યારેય પણ ભ્રષ્ટ ભાજપની સરકારે કોઈ પણ હિતનું કાર્ય કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીને જનતાને લૂંટવા સિવાય બીજું કંઈ આવડતું નથી. ભારે વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનતા અને વ્યવસ્થાના અભાવના કારણે ભારે હાલાકી ભોગવી પડી રહે છે. શાળા, કોલેજ, ઓફિસ અને બીજી પણ જરૂરિયાતની વસ્તુઓ માટે આવા જવામાં પણ જનતાને તકલીફ વેઠવી પડી છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની સરકારને હું વિનંતી કરું છું કે હવે તેમની આંખો ખોલે અને જનતાની મદદરૂપ બનવા માટે યોગ્ય પગલા ભરે.

વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી જનતા વતી સરકારને અપીલ કરે છે કે તાત્કાલિક ધોરણે અમદાવાદ શહેર હોય કે કોઈ બીજું ગામડું હોય કે બીજી અન્ય વિવિધ વિસ્તારો હોય, જ્યાં પણ વરસાદના કારણે સમસ્યા ઊભી થાય છે, ઘરવખરીને નુકસાન થયું છે, ખેતીને નુકસાન થયું છે, એમનું વળતર ચૂકવી દેવામાં આવે. એનો તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત સર્વે કરવામાં આવે.

વધુમાં ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, વરસાદના કારણે અને યોગ્ય સાફ-સફાઈની વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય જનતામાં રોગચાળો ફેલાવવાનો પણ હોય છે. એટલે સમય રહેતા જ દવાઓનો છંટકાવ કરવામાં આવે, પહેલેથી જ ડોક્ટરની ટીમ તૈયાર કરી દેવામાં આવે કારણ કે રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટી ની સરકાર ને વિનંતી છે કે હવે તે તેમની આંખો ખોલે અને જનતા ને મદદરૂપ બનવા યોગ્ય પગલાં ભરે: ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*