માતા બે માસુમ બાળકોને મૂકીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ, બાળકોના પિતાએ પણ બાળકોને રાખવાથી ઇનકાર કર્યો, હવે પડોશીઓ માસુમ બાળકોને…

Published on: 12:09 pm, Sun, 3 July 22

મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જે પ્રેમના નામે ન કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ પ્રેમના નામે પોતાના બાળકોનો જીવ દાવ પર મૂક્યો છે. મળતી માહિતી અનુસાર આ મહિલા પ્રેમમાં પાગલ બનીને પોતાના બે માસુમ બાળકોને મૂકીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર મહિલા પોતાના બાળકોને હોસ્પિટલ લઈ જઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ મહિલા પોતાના બંને બાળકોને મૂકીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. હવે આ બાળકોને તેના પિતા પણ રાખવા તૈયાર નથી. હાલમાં બંને બાળકોને પડોશીઓ સંભાળી રહ્યા છે. આ ચોક આવનારી ઘટના ઉજ્જૈનના દેસાઈ નગરમાં બની હતી.

મળતી માહિતી અનુસાર દેસાઈ નગરમાં રહેતી મહિલાના લગ્ન આશરે સાત વર્ષ પહેલા પાનવાસના યુવક સાથે થયા હતા. મહિલાનો પતિ રેલ્વેનમાં નોકરી કરે છે. તેમને એક પાંચ વર્ષનો દીકરો અનેક બે વર્ષનો દીકરી છે. મળતી માહિતી અનુસાર લગભગ એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર મહિલાએ અભિષેક મૌર્ય નામના યુવક સાથે મિત્રતા કરી હતી. અભિષેક બરફના ગોળાની લારી ચલાવે છે.

બંને વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ ગઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. જ્યારે આ વાતની જાણ મહિલાના પતિને થતા મહિલા અને તેના પતિ વચ્ચે ઝઘડો થવાનું શરૂ થઈ ગયું હતું. ચાર મહિના પહેલા મહિલા અને તેના પતિએ છૂટાછેડા લઈ લીધા હતા. મળતી માહિતી અનુસાર છુટાછેડા લીધા બાદ મહિલા દેસાઈનગરમાં તેના બાળકો સાથે તેના પ્રેમી અભિષેકના ઘરમાં રહેવા લાગી હતી.

26 જૂનના રોજ અચાનક મહિલાની તબિયત લથડી હતી. તેથી તેને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા પોતાના બાળકોને કહીને ગઈ હતી કે તેના મોટા પપ્પા આવશે અને તેને લઈ જશે, હું હોસ્પિટલે જાવ છું. મોડી સાંજ થઈ ગઈ છતાં પણ મહિલા ઘરે પરત ન આવી. તેના બાળકો ઘરની બહાર નીકળીને રડવા લાગ્યા. ત્યારબાદ પડોશીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પડોશીઓ બાળકોની સંભાળ લઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર બંને બાળકોને મૂકીને ચાલી ગયેલી મહિલા ઈન્સ્ટાગ્રામ પર પોતાના પાડોશીને સંપર્ક કરીને કહે છે કે, બંને બાળકોને તેના પિતાને સોંપી દો. અને ત્યારબાદ પોતાનું એકાઉન્ટ બ્લોક કરી દે છે. બાળકોના પિતાએ પણ બાળકોની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો હતો. સમગ્ર ઘટનાને લઈને બાળકોના પિતાએ જણાવ્યું કે, મારી પત્ની તેની મરજીથી તેના પ્રેમી સાથે ભાગી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા બે માસુમ બાળકોને મૂકીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ, બાળકોના પિતાએ પણ બાળકોને રાખવાથી ઇનકાર કર્યો, હવે પડોશીઓ માસુમ બાળકોને…"

Leave a comment

Your email address will not be published.


*