ચોમાસા નો અંતિમ મહિનો પૂર્ણ થવામાં હોવા છતાં વરસાદ હજી પણ પડી રહ્યો છે ત્યારે હવે આવતા સોમવાર થી ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થવાનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે. પુનઃ સ્થિત હવામાન ખાતાના વડા અનુપમ કશ્યપ એ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં થી 28 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થશે. ટૂંક સમયમાં લેજે ચોમાસુ વિદાય.
મહારાષ્ટ્રના 45 થી 50 ટકા ભાગોમાં 8 ઓક્ટોબર સુધીમાં ચોમાસુ વિદાય લેશે જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસુ વિદાય લેશે. સામાન્ય રીતે ગુજરાત, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી,હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા પશ્ચિમ મધ્યપ્રદેશમાં થી 1 ઓકટોબર સુધીમાં ચોમાસુ વિદાય થઇ જતું હોય છે.
હવામાન વિભાગના મતે સમગ્ર દેશમાંથી ચોમાસુ સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબર ના શરૂઆતી દિવસોમાં વિદાય લેવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના મત અનુસાર માનવામાં આવે.
તો હાલની પરિસ્થિતિ જોતા સમગ્ર દેશમાં વરસાદનું જોર ઘટવાની સાથે અનેક રાજ્યોમાં ઝાપટા પડવાની શક્યતાઓ હાલમાં જીવંત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment