મુખ્યમંત્રીઓ બદલ્યા બાદ હવે ભાજપ ધારાસભ્યોને બદલશે. જે ધારાસભ્યોનું પ્રદર્શન સારું ન હોય તેમને હટાવવામાં આવશે.ગત વિધાનસભા ચૂંટણી વખતે પણ ધારાસભ્યોને હટાવવામાં આવ્યા હતા. ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીઓ બદલ્યા બાદ હવે ભાજપના ધારાસભ્યોને હટાવવાની ફિરાકમાં છે.
જાણકારી પાર્ટીના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.ગત વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે 15 થી ૨૦ જેટલા ધારાસભ્યો ને હટાવી દીધા હતા. આ વખતે વધારે પ્રમાણમાં ધારાસભ્યોને હટાવવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. જેને જે પણ કામ કર્યું હશે તેનો તેને રિપોર્ટ આપવો પડશે.
પાર્ટીના વરિષ્ઠ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી કે લોકોને ઘણા મુદ્દે અસંતોષ છે. એમાં 2022માં પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે. જેથી પાર્ટી દ્વારા મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.
ભાજપના કાર્યકર્તાની એવી માહિતી સામે આવી છે કે દરેક ધારાસભ્યોએ પાંચ વર્ષમાં જેટલા પણ કામ કર્યા છે તેનો રિપોર્ટ જમા કરવાનું કહ્યુ છે.ઉલ્લેખનીય છે કે આ વખતે વિપક્ષ દ્વારા ભાજપને ઘણા મુદ્દા પર ઘેરવામાં આવી છે જેને અનુલક્ષીને ભાજપ દ્વારા અત્યારથી ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ભાજપ દ્વારા ઉત્તરાખંડ અને ગુજરાત તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી બદલવામાં આવે ત્યારે હવે ધારાસભ્યોનો વારો આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment