કોરોના મહામારી ના સમયગાળા દરમ્યાન હવે દેશમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે.વિવિધ રાજ્યોમાં અવરજવર અને જાહેર ગતિવિધિઓમાં વધારો થાય તેવી શક્યતાઓ હવે તહેવારોની સિઝનમાં જણાય રહી છે. કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાય તે માટે હાલ કેન્દ્રની મોદી સરકાર ચિંતિત છે. દેશમાં આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર જલ્દી એક અભિયાન શરૂ કરવા જઇ રહી છે, જેઠાલાલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું કેવી રીતે અટકાવી શકાય તે અંગે લોકોને જાગૃત કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, બેઠકમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અધિકારીઓ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના વડાઓ, ગૃહ મંત્રાલયની શેત્ર કચેરીઓ અને અન્ય કેટલાક સ્થળો થી આવેલા લોકો તેમાં ભાગ લેશે.અધિકારીએ જણાવ્યું કે દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ ને ફેલાતો અટકાવવા માટેના વિવિધ ઉપાયો પર ચર્ચા હાલમાં ચાલી રહી છે. અધિકારીએ કહ્યું.
સ્વચ્છતા, માસ્ક પહેરવા માટે નવું સાર્વજનિક અભિયાન જરૂરી છે.સાર્વજનિક સુવિધાઓને ધ્યાનમાં રાખતા સાર્વજનિક પ્રવૃત્તિઓને ખોલવા માટેના નિર્દેશ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. દિવાળી સહિતના તહેવારોની સિઝન થોડાક દિવસ પછી ચાલુ થવા જઈ રહી છે ત્યારે જરૂરી એ છે કે કોરોનાવાયરસ પ્રોટોકોલ વિશેનો સાર્વજનિક સંદેશ જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું.
આબેઠકમાં આ મુદ્દા સંબંધિત ચર્ચા કરવામાં આવશે અને એક સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિક્રિયા પર ચર્ચા કરીને દેશમાં કોરોના નું સંક્રમણ રોકવા માટેના પગલા ભરવામાં આવશે. આ પ્રવૃત્તિથી તહેવારોની સિઝનમાં કોરોના ફેલાતો રોકવા માટે લોકો જાગૃત થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment