સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડતા નેતાઓ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન,જાણો વિગતે

Published on: 4:37 pm, Tue, 6 October 20

ગુજરાત રાજ્યમાં રાજકીય નેતાઓ દ્વારા વારંવાર રેલીઓ અને કાર્યક્રમ યોજી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ના વારંવાર નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેતાઓ દ્વારા માસ્ક ન પહેરવાના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે અમે માસ્ક પહેરવાના આગ્રહી છીએ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેતાઓને ટકોર કરતા જણાવ્યું કે માસ્ક પેરવાના મુદ્દે રાજકીય નેતાઓની વધુ જવાબદારી બને છે અને સાથે સાથે વધુમાં જણાવેલ કે કોઈપણ નેતા કાયદાની પાર નથી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ જણાવ્યું કે નેતાઓ સ્વયં માસ્ક ફરજિયાત ત્યારે અને કોરોના અંગેની ગાઈડલાઈન નું ફરજિયાત પણે પાલન કરે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!