કૃષિ બિલના વિરોધ વચ્ચે મોદી સરકારે ખેડૂતોને આપી આ ખુશખબર.

Published on: 4:26 pm, Tue, 22 September 20

કૃષિ બિલના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે અનાજ અને અન્ય પાક ના ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. લોકસભામાં કૃષિ પ્રધાને કહ્યું કે રવિ પાક જેવા કે ઘઉં,ચણા,સરસો, જવ મસૂરની દાળ વગેરેના ટેકાના ભાવમાં 50 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સરકારે કરેલી જાહેરાત મુજબ એક ક્વિન્ટલ ના ભાવ માં 50 રૂપિયાનો વધારો કરાયો છે તેથી ટેકાના ભાવ હવે પ્રતિ ક્વિન્ટલ 1975 રૂપિયાના હશે. જ્યારે ચણાના ભાવ 225 રૂપિયાનો વધારો થતાં હવેથી ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 5100 રૃપિયા છે.

ઘઉંના ટેકાના ભાવમાં 75 રૂપિયાના વધારા સાથે પ્રતિ ક્વિન્ટલ ભાવ 1600 રૂપિયા રહેશે અને મસૂરની દાળ માં પણ 300 રૂપિયાનો વધારો થવાથી ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5100 રૂપિયા રહેશે. તેવી જ રીતે સરસો તેમ જ રેપસીદ ના ટેકાના ભાવમાં 225 રૂપિયાનો વધારો થતાં ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 4650 રૂપિયા રહેશે.

આ માહિતી લોકસભા ઉપરાંત ટ્વિટરના માધ્યમથી કૃષિમંત્રીએ આપી હતી. તેમને કહ્યું કે, 2013-14માં ઘઉંના ટેકાના ભાવ 1400 રૂપિયા હતા તે વધીને 2020-21 માં વધીને 1975 રૂપિયા કરાયા છે. અન્ય પાકોના ટેકાના ભાવમાં પણ મોટો વધારો આ સમયગાળા દરમિયાન થયો છે તેવો દાવો તેમણે કર્યો હતો.

હાલમાં ખેડૂતોની દલીલ છે કે સરકાર જે બિલ લાવી છે તેનાથી મંડી પ્રથા જ રદ્દ થઇ જશે અને તેમ થવાથી ટેકાના ભાવ પણ સરકાર નાબુદ કરી દેવા માંગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!