કોરોના ને લઈને સારા સમાચાર, દક્ષિણ ગુજરાતમાં ઘટી રહ્યું છે કોરોના નું સંક્રમણ

Published on: 5:24 pm, Tue, 22 September 20

નવસારી જિલ્લામાં વધુ સાત કેસ કોરોના પોઝિટિવ નોંધાતા જિલ્લાનું કુલ આંકડો 1100 ને પાર થઈ ચૂક્યો છે.નવસારી જિલ્લામાં રોજ લેવાતા સેમ્પલો સામે નોંધાતા કોરોના પોઝિટિવ ના આંકડો નહીવત જેવો થઈ ગયો છે. એક હજાર જેટલા લોકો ના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે જેની સામે એક ટકા જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. ખૂબ સારી બાબતો છે. નવસારી જિલ્લામાં કોરોના ઉપર કાબુ મેળવ્યો છે તેવું લાગી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં સોમવારે કોરોના નવા પાંચ કેસો નોંધાયા હતા. જ્યારે છ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આની સાથે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 372 કેસ નોંધાયા છે. જ્યારે વાપી તાલુકામાં 371 કેસ નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લામાં 1107 કેસ નોંધાયા છે જે પૈકી 918 લોકોને રજા આપવામાં આવી છે.

65 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.દમણમાં સોમવારના રોજ ચાર કેસ નોંધાયા હતા. પ્રદેશમાં એક્ટિવ કોરોના પોઝિટિવ ની સંખ્યા 62 ને પાર થઈ ચૂકી છે. આજરોજ વધુ ત્રણ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 1118 જેટલા દર્દીઓ કોરોનાની મહાત આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!