ગુજરાતના આ જિલ્લામાં આવેલું છે કાળભૈરવ દાદાનું ચમત્કારિક મંદિર, દાદા ની મૂર્તિ ઓટોમેટીક પીવે છે સિગરેટ,જાણો તેના ઇતિહાસ વિશે…

Published on: 10:35 am, Wed, 13 March 24

મિત્રો સમગ્ર ભારતભરમાં એવા ઘણા બધા પૌરાણિક મંદિરો આવેલા છે જેની પાછળ ઘણા બધા ચમત્કારો અને રહસ્ય છુપાયેલા છે. આજે પ્રાચીન સભ્યતા સંસ્કૃતિનો વારસો ભારતમાં જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં પણ ઘણા મંદિરો એવા આવેલા છે જેમાં લોકોની આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે

અને તેને આપણે બધા ચમત્કારિક મંદિરની ઉપમા આપતા હોઈએ છીએ.મિત્રો પંચમહાલ જિલ્લામાં પાવાગઢ થી તમે આગળ જાવ એટલે રીચ્યા નામને ગામ આવે છે જ્યાં એક ટેકરી આવેલી છે અને આ એક ટેકરી પર કાળભૈરવ દાદા નું એક જૂનું અને પૌરાણિક મંદિર આવેલું છે અને કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાંનું છે

જંગલ વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રણાલી ઇતિહાસ સાથે સંકળાયેલું છે જેની વિશે આજે આપણે વાત કરવાના છીએ.જે મંદિરે ગુફાના સ્વરૂપમાં જોવા મળે છે જેમાં કાળભૈરવ દાદાની મૂર્તિ બિરાજમાન છે અને પહાડોની વચ્ચે ગુફા આવેલી છે અને તેનું નામ ગુપ્તેશ્વર મહાદેવ કાળભૈરવ મંદિરમાં હનુમાનજી મહારાજની પણ મૂર્તિ આવેલી છે

પરંતુ આ મંદિરની ખાસિયત એવી છે કે કાળભૈરવ દાદાની મૂર્તિને જ્યારે સિગરેટ પીવડાવે છે અને સામાન્ય રીતે સળગતી રહે છે પરંતુ જાણે કે કોઈ વ્યક્તિ સિગરેટનો કસ લગાડતો હોય એવી જ રીતે સિગરેટ માંથી ધુમાડા નીકળતા જોવા મળે છે અને જાણે વાસ્તવિક મનુષ્ય જેમ સિગરેટ પીવે એવી જ રીતે દાદાની આ મૂર્તિ સિગરેટ પીવે છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિના ઘરે શુભ પ્રસંગ હોય અથવા માનતા હોય ત્યારે કાળભૈરવ દાદા ના ચરણોમાં આવીને નટ મસ્તક વંદન કરીને સિગરેટ પીવડાવતા જોવા મળે છે અને આ લોકોની ભક્તિ તેની સાથે જોડાયેલી છે પરંતું અમારી ટીમ ગુજજુ જોકીંગ તમને વિનંતી કરે છે કે ક્યારેય પણ સિગરેટ પીવી જોઈએ નહીં કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગુજરાતના આ જિલ્લામાં આવેલું છે કાળભૈરવ દાદાનું ચમત્કારિક મંદિર, દાદા ની મૂર્તિ ઓટોમેટીક પીવે છે સિગરેટ,જાણો તેના ઇતિહાસ વિશે…"

Leave a comment

Your email address will not be published.


*