ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે ફરી એક વખત કરી મોટી આગાહી

Published on: 7:40 pm, Wed, 16 September 20

આજરોજ વેધર વોચ ગ્રુપનો વેબિનાર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આ વેબિનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

વેધર વોચ ગ્રૂપ ના વેબિનાર બાદ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને વિગતો આપવા રાહત કમિશનર હર્ષદ પટેલ જણાવ્યું કે, 15 સપ્ટેમ્બરે સવારે 6:00 થી બપોરના 16:00 સુધી પાંચ તાલુકામાં 1 મિમિ થી લઇ 6 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધારે 6 મીમી વરસાદ વરસ્યો હતો.

હર્ષદ પટેલે કહ્યું કે, IMD ના અધિકારી દ્વારા આ બેઠકમાં જણાવાયું છે કે,રાજ્યમાં હાલમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે.ત્યારબાદના બે દિવસમાં રાજ્યમાં અમુક સ્થળોએ સામાન્ય થી હળવદ વરસાદ થવાની અને એક બે સ્થળે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આગામી પાંચ દિવસો માં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!